Hyderabad ,તા.22
અભિષેક શર્માની બેટિંગ બાદ ઈશાન મલિંગાના નેતૃત્વમાં શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં બે વિકેટે 242 રન બનાવ્યા.
જવાબમાં દિલ્હી 20 ઓવરમાં નવ વિકેટે 195 રન જ બનાવી શક્યું. દિલ્હી તરફથી નીતિશ રાણાએ સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે સમીર રિઝવીએ 41 અને કેએલ રાહુલે 37 રન બનાવ્યા.
હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગાએ ચાર વિકેટ લીધી, જ્યારે હર્ષ દુબેએ ત્રણ વિકેટ લીધી. શાકિબ હુસૈન અને દિલશાન માદુશાંકા એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા. રસપ્રદ વાત એ છે કે, હર્ષ દુબેએ છેલ્લી ઓવરમાં દિલ્હીને ત્રણ ઝટકા આપ્યા. આ જીત સાથે, હૈદરાબાદની ટીમ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ છ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
હૈદરાબાદ સામેના લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી. દિલશાન માદુશાંકા એ પહેલી વિકેટ માટે પાથુમ નિસાન્કાને આઉટ કર્યો. નિસાન્કા છ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો.
જેમાં એક સિક્સર ફટકારી. શરૂઆતના ફટકા પછી, કેએલ રાહુલ અને નીતિશ રાણાએ દિલ્હીની ઇનિંગ્સને સ્થિર કરી. નીતીશ રાણાએ 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. શાકિબ હુસૈને કેએલ રાહુલને આઉટ કર્યો, જેનાથી દિલ્હી કેપિટલ્સનો બીજો ઝટકો લાગ્યો. રાહુલ અને નીતિશ વચ્ચે બીજી વિકેટ માટે 86 રન ઉમેર્યા. રાહુલે 23 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો, જેમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી.
અભિષેકે દિલ્હીના બોલિંગ આક્રમણને તોડી પાડ્યું અને 68 બોલની અણનમ ઇનિંગ્સમાં 10 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા. તેણે પહેલી ત્રણ વિકેટ માટે મોટી ભાગીદારી કરી. હેડ ઉપરાંત, અભિષેકે કેપ્ટન ઇશાન કિશન (13 બોલમાં 25 રન) સાથે બીજી વિકેટ માટે 35 બોલમાં 79 રનની ભાગીદારી કરી.
આ પછી, તેણે હેનરિક ક્લાસેન (13 બોલમાં 37 રન અણનમ) સાથે ત્રીજી વિકેટ માટે 32 બોલમાં 66 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમ માટે મોટો સ્કોર સુનિશ્ચિત કર્યો. અભિષેકે 135 રન બનાવ્યા પછી અણનમ રહ્યો જે ઈંઙક ઇતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા પાંચમો સૌથી વધુ સ્કોર પણ છે.

