અમેરિકા જો નાટોમાં નહી હોય તો આ સંગઠન નબળુ બની જશે
Washington તા.21
અમેરિકામાં પ્રમુખપદ સંભાળ્યાના એક વર્ષ સમયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દુનિયાનું ટેન્શન વધારી દીધુ છે અને તેઓએ પોતાના કામો ગણાવવાની સાથે જણાવ્યું હતું કે નાટો માટે મે વધુ યોગદાન આપ્યુ છે. અમેરિકા નાટોને મદદ કરશે પણ જો અમેરિકા નહી હોય તો નાટો મજબૂત થશે નહી તેઓએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે કહ્યું કે એક તૈયાર થાય તો બીજો ઈન્કાર કરે છે તેથી પ્રગતિ થઈ નથી.
ગ્રીનલેન્ડ અંગે તેણે કહ્યું કે મે આ દેશના લોકો સાથે સીધી વાતચીત કરી નથી પણ એક વખત હું તેમને મળીશ એટલે તેઓ ખુશ થઈ જશે. ઈરાન અંગે ટ્રમ્પે દાવો કર્યો કે આ દેશનું ભવિષ્ય શું હશે તે હું બતાવી શકુ નહી. આ જ રીતે પનામા નહેર પર કબ્જા અંગે પણ ટ્રમ્પે કંઈ જવાબ આપ્યો ન હતો અને નોબેલ અંગે કહ્યું કે આ પુરસ્કાર પર નોર્વેની સરકારનું નિયંત્રણ છે તેથી મને મળ્યો નથી.

