રૂ. ૧ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. ૧,૭૦૦ – રૂ. ૧,૭૮૫ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ
Ahmedabadતા.૧૪ઃ
National Stock Exchange of India લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણું (PO)) માટે રૂ. ૧ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. ૧,૭૦૦ થી રૂ. ૧,૭૮૫ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો પ્રારંભિક જાહેર ભરણું (IPO અથવા ોફર) સબ્સ્ક્રિપ્શન માટે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ખુલશે અને ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ ૮ ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ ૮ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. હાલમાં રૂ. ૧ ની મૂળ કિંમત ધરાવતા ૨,૪૭૫,૦૦૦,૦૦૦ ઇક્વિટી શૅર અસ્તિત્વમાં છે
રૂ. ૧ ની ફેસ વેલ્યુ ધરાવતો આ IPO એ કોર્પોરેટ વેચાણકર્તા શેરધારકો દ્વારા ૧૨૬,૪૩૬,૬૫૦ સુધીના ઇક્વિટી શૅરના વેચાણની ઓફર (ઓફર-ફોર-સેલ) છે. આ શેરધારકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, અરાન્ડા ઇન્વેસ્ટમેન્ટ્સ (મોરેશિયસ) પ્રા. લિ., એમએસ સ્ટ્રેટેજિક (મોરેશિયસ) લિ., ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ (જજ), બેંક ઓફ બરોડા, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.
આ ઇશ્યૂ SEBI ICDR નિયમોને અનુરૂપ પબુક-બિલ્ડિંગથ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવી રહ્યો છે, જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે મહત્તમ ૫૦%, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (ગઈંઈંત) માટે ઓછામાં ઓછા ૧૫% અને રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (છઈંઈંત) માટે ઓછામાં ઓછા ૩૫% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.
National Stock Exchange of India એ ૧૯૯૪માં તેની કામગીરી શરૂ કરી હતી અને તે ભારતનું પ્રથમ એક્સચેન્જ હતું જેણે ઇલેક્ટ્રોનિક અથવા સ્ક્રીન-આધારિત ટ્રેડિંગનો અમલ કર્યો હતો. ગજઊ પાસે સંપૂર્ણ રીતે સંકલિત બિઝનેસ મોડલ છે જેમાં એક્સચેન્જ લિસ્ટિંગ, ટ્રેડિંગ સેવાઓ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સેવાઓ, સૂચકાંકો (શક્ષમશભયત) અને માર્કેટ ડેટા ફીડ્સનો સમાવેશ થાય છે. ગજઊ ટ્રેડિંગ અને ક્લિયરિંગ સભ્યો તેમજ લિસ્ટેડ કંપનીઓ દ્વારા જઊઇઈં અને એક્સચેન્જના નિયમો અને નિયમનોના પાલન પર પણ દેખરેખ રાખે છે. ગજઊ ટેકનેલોજીના ક્ષેત્રમાં અગ્રેસર છે અને નવીનતાની સંસ્કૃતિ તથા ટેકનેલોજીમાં રોકાણ દ્વારા તેની સિસ્ટમ્સની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (ઋઈંઅ) દ્વારા જાળવવામાં આવેલા આંકડા મુજબ, કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે ટ્રેડિંગ વોલ્યુમ (કોન્ટ્રાક્ટ્સ)ની દ્રષ્ટિએ ગજઊ વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ઠઋઊ) દ્વારા જાળવવામાં આવેલા આંકડા મુજબ, ૨૦૨૫માં ટ્રેડ્સની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ના આધારે ઇક્વિટી સેગમેન્ટમાં ગજઊ વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

