New Delhi,તા.4
નૈઋત્ય ચોમાસુ પાંચ દિવસ વ્હેલુ આવવાની આગાહી પછી તે ચાર દિવસ મોડુ થયુ છે અને આજે હવે તે ગમે તે ઘડીએ કેરળમાં સતાવાર એન્ટ્રી લઈ લ્યે તેવા સંજોગો સર્જાયા છે. ચોમાસાના વિધિવત પ્રવેશ સાથે જુદી-જુદી સીસ્ટમ હેઠળ દેશના 17 રાજયોમાં આંધી-વંટોળ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે નૈઋત્ય ચોમાસુ કેરળના તટ નજીક આવી જ ગયુ છે અને ગમે તે ઘડીએ જમીન ક્ષેત્રમાં પ્રવેશ કરી લેશે. સાથોસાથ તામિલનાડુમાં પણ દસ્તક દઈ દેશે.
આવતા 24 કલાકમાં હવામાન સીસ્ટમ હેઠળ પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચીમી ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના અનેક રાજયોમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં આંધી સાથે કરા પડી શકે છે. કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે.
હવામાન ખાતાના રિપોર્ટ મુજબ અરબ સાગર તથા બંગાળની ખાડીના અનેક ભાગોમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકુળ પરીસ્થિતિ બની રહી છે. આ સ્થિતિમાં પુર્વોતર ભાગોમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત રહેશે. પર્વતીય ભાગોમાં હિમવર્ષાની પણ શકયતા છે.

