Amreli,તા.22
અમરેલી તથા સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી અમરેલી શહેરમાંથી ત્રણ મોટર સાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ કીમત રૂપિયા 1,55,000 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.કે.વાઘેલાની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી ટાઉનમાંથી પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન અમરેલી નજીક આવેલ જગુપુલ પાસેથી મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ અમરેલી તાલુકાના હરીપુરા ગામે વાડી વિસ્તારમાં રહેતાં સોહન બદન અલાવા તથા મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગોંડલ તાલુકાના દેવળા ગામે આવેલ મેલડી માતાના મંદીર પાસે વાડી વિસ્તારમાં રહેતાં મખન દિતુ બઘેલ તથા અમરેલી તાલુકાના હરીપુરા ગામે વાડી વિસ્તારમાં રહેતાં જ્ઞાનસીંહ સીરદાર અમલીયાર નામનાં ત્રણ જેટલાં પરપ્રાંતીય ઇસમોને ત્રણ અલગ અલગ મોટર સાયકલ સાથે પૂછપરછ કરતાં અમરેલી શહેર તથા સાવરકુંડલા શહેરમાંથી ત્રણેય ઇસમોએ એકસંપ કરી અને મોટરસાયકલની ચોરી કરેલ હોય, જે પૈકી એક મોટર સાયકલ અમરેલીના માંગવાપાળ રોડ, જગુપુલ પાસે સંતાડી રાખેલ હોય.ત્રણ મોટર સાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ કીમત રૂપિયા 1,55,000 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને અમરેલી સીટી પોલીસની સર્વેલન્સ ટીમે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

