ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, શિવાજી સર્કલ નજીક બાકડા પાસે ક્રિકેટ મેચ પર ત્રણ ઈસમો સટ્ટો રમે છે.જે બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે શિવાજી સર્કલ નજીક આવેલ એપલ ફાર્મસી સામે આવેલ બાકડા પાસે દરોડો પાડયો હતો.જ્યાં ધનોમલ ઉર્ફે રાજુભાઈ નેભલદાસ ગુલવાણી,સુરજ ઉર્ફે સોનુ રઘુભાઈ માધવાણી,ભારત ગોરધનદાસ કુકરેજા નામના શખ્સ મોબાઈલમાં વેબસાઇટમાં આઇ.ડી પાસવર્ડથી લોગીન થઇ લખનૈ સુપર જાયન્ટ વર્સીસ રાજેસ્થાન રોયલ ની આઈપીએલ. ક્રિકેટ મેચ ઉપર હાર જીતનાં સોદા કરી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણેય ઇસમને મોબાઇલ ૦૩ કિ.રૂ.૫૦ ૦૦૦ રોકડ રૂ.૧૮૦૦ મળી કુલ રૂ.૫૧, ૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે ક્રિકેટ સટ્ટો રમવા માટેનું આઈડી ઈસ્માઈલ પાસેથી મેળવતા હતા.આ બનાવ સંદર્ભે ઘોઘાટોડ પોલીસે ચાર શખ્સ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
- Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
- Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી
- Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો
- ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા
- Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
- રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે
- India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે

