Washington તા.24
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત સામે ટેરિફનું હથિયાર ઉપાડયું છે અને અમેરિકી વ્યાપાર વિભાગના જણાવ્યા મુજબ ભારતથી આવતા સોલાર ઈકવીપમેન્ટ પર અમેરિકાએ 123.4 ટકાની ડયુટી લાદતા ભારતીય સોલાર ઉદ્યોગને ભારે ફટકો પડશે.
અમેરિકા તેને એન્ટી ડમ્પીંગ ડયુટી તરીકે ઓળખાવે છે અને ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા અને લાઓસ પર પણ આ પ્રકારે ડયુટી લાદી છે પરંતુ તે ભારતની સરખામણીમાં અત્યંત ઓછી છે. વ્યાપાર વિભાગ દ્વારા અમેરિકાની આ એન્ટીડમ્પીંગ ડયુટીનો કુલ હિસાબ 123.4 ટકાનો જાહેર કરવામાં આવ્યો છે,.
જેના કારણે ભારતમાં સોલાર ક્ષેત્રે કામ કરતી કંપનીઓના શેરમાં પણ કડાકા થયા છે. પ્રમુખ ટ્રમ્પે એવો દાવો કર્યો કે, ભારતમાં સોલાર ઈકવીપમેન્ટ સસ્તા હોવાથી તે અમેરિકી ઉદ્યોગને નુકશાન કરી રહ્યા છે. અમેરિકાએ ગત વર્ષે 4.5 બિલિયન ડોલરના સોલાર ઈકવીપમેન્ટ આયાત કર્યુ હતું. જેમાં ભારતીય કંપનીનો ફાળો 40 ટકા જેટલો રહ્યો છે.

