New Delhi તા. 3
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં એક મોટો અને ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં એક સ્થાન નીચે એટલે કે ત્રીજા સ્થાને સરકી ગયા છે.
ટેક જગતની દિગ્ગજ કંપની ‘બાઈટડાન્સ લિમિટેડ’ ના માર્કેટ વેલ્યુએશનમાં થયેલા અભૂતપૂર્વ વધારાને પગલે કંપનીના યુવા માલિક ઝાંગ યિમિંગ હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જોકે, આ યાદીમાં ભારતના જ અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હજુ પણ એશિયામાં પ્રથમ સ્થાને મજબૂત રીતે યથાવત છે.
વિશ્વપ્રસિદ્ધ ‘બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ’ના તાજેતરના અહેવાલ અનુસાર, બાઈટડાન્સના સહ-સ્થાપક ઝાંગ યિમિંગની કુલ સંપત્તિ વધીને 92.8 બિલિયન (આશરે રૂ. 88,86,72,28,80,000) થઈ ગઈ છે. આ ઉછાળા સાથે તેઓ ચીનના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પણ ટોચ પર ઉભરી આવ્યા છે. માર્ચ 2019 માં જ્યારે બ્લૂમબર્ગ દ્વારા પ્રથમ વખત વેલ્થ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, ત્યારે ઝાંગની સંપત્તિ માત્ર 13 બિલિયન હતી. આમ, છેલ્લા સાત વર્ષ ગાળામાં તેમની સંપત્તિમાં સાત ગણાથી વધુનો ધરખમ વધારો નોંધાયો છે.
ઉદ્યોગ સાહસિકની સફળતાની કહાની ખૂબ જ રસપ્રદ છે. તેમણે વર્ષ 2012માં બેઇજિંગના એક નાનકડા એપાર્ટમેન્ટમાંથી ‘બાઇટડાન્સ’ કંપનીની સ્થાપના કરી હતી. તેમનું પહેલું સફળ ઉત્પાદન ‘ટાઉટિયાઓ’ (Toutiao) હતું, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ન્યૂઝ એગ્રીગેટર એપ્લિકેશન હતી. ત્યારબાદ તેમણે શોર્ટ-વિડિયો માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વભરમાં ધૂમ મચાવનાર ‘TikTok’ (ચીનમાં Douyin) લોન્ચ કર્યું હતું, જેને વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ લોકપ્રિયતા અને માન્યતા મળી છે.
હાલમાં કંપનીની સફળતા પાછળ વિડિયો એપ TikTok ઉપરાંત તેનું નવું ‘ઉજ્ઞીબફજ્ઞ’ AI ચેટબોટ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ ચેટબોટ ચીનમાં અત્યંત લોકપ્રિય બન્યું છે અને દર મહિને 300 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ ધરાવે છે. બાઈટડાન્સે વર્ષ 2026 ની શરૂઆતમાં તેના યુએસ (US) બિઝનેસનો એક ભાગ ચીનના જ રોકાણકારોને ટ્રાન્સફર કર્યો હતો.
શાંઘાઈ સ્થિત કેપિટલ સિક્યોરિટીઝના વિશ્લેષક એમી લિનના જણાવ્યા અનુસાર, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા માર્ચ 2024 માં ટિકટોક પર પ્રતિબંધ મૂકતું કે માલિકી બદલવાનું બિલ પસાર કરાયું હોવા છતાં, તેની કંપની પર લાંબા ગાળે કોઈ મોટી નકારાત્મક અસર થવાની શક્યતા નથી, કારણ કે ઉજ્ઞીબફજ્ઞ જેવી એપ્સની સફળતા કંપનીના માળખાને વધુ મજબૂત બનાવી રહી છે.

