Ahmedabad,તા.24
શહેરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ કાર્યોને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ખાસ કરીને એસ.જી. હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે.
કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ ક્લબ વચ્ચે બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામને કારણે આ માર્ગ ઘણા સમયથી બંધ રાખવામાં આવ્યો છે અને વાહનચાલકો માટે વિકલ્પરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
મૂળ આયોજન મુજબ કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ બ્રિજનું બાંધકામ હજુ અધૂરૂં હોવાથી ટ્રાફિક ડાયવર્ઝનનો સમયગાળો હવે 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
સવારે અને સાંજે પીક અવર્સ દરમિયાન એસ.જી. હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.
જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓવરબ્રિજ કાર્યરત થયા બાદ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો નોંધપાત્ર ઉકેલ આવશે.

