Amreli, તા.8
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા તરફ આવતી ઓટો રીક્ષા એક બાઈક સાથે અથડાતા બાઈક ચાલાક ને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે વડિયા હોસ્પિટલ ખાસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરાયા હતા જાણવા મળતી વિગત મુજબ ઈજાગ્રસ્ત વ્યક્તિગત ખાખરીયા ગામના રેલવે ના નિવૃત કર્મચારી છે.
જયારે આ અકસ્માત માં ઓટોરીક્ષા પલ્ટી મારતા તેમાંથી દેશી દારૂના પોટલાંની રેલમ છેલ રસ્તા પર જોવા મળી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ એક શખ્સ અમરેલી તરફ થી ઓટો રિક્ષામાં દેશી દારૂ લઇ વડિયા તરફ આવી રહ્યો હતો .
ત્યારે અકસ્માત સર્જાતા દેશી દારૂ સપ્લાય નો ભાંડો ફૂટ્યો હતો.આ બાબત ની જાણ વડિયા પોલીસને થતા તાબડતોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ને રીક્ષા ચાલક અને દેશી દારૂના પોટલાં કબજે કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ વડિયા પાસે સર્જાયેલા અકસ્માત થી રોડ આસપાસ દારૂની પોટલીઓની રેલમ છેલ સર્જાતા લોકો સ્તબ્ધ થયા હતા અને અનેક વાતો લોકોમાં ચર્ચાતી જોવા મળી હતી પોલીસનો પેટ્રોલીંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.

