Washington,તા.12
દુનિયાના દેશો માટે ભલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલી સર્જી રહ્યા હોય પણ મૂળ અમેરિકી નાગરિકો માટે તે સતત ચિંતા કરે છે અને તેઓને વધુને વધુ રાહત મળે તે પણ જુએ છે. શ્રી ટ્રમ્પ તા.20ના રોજ અમેરિકી શાસનમાં 1 વર્ષ પુરુ કરવા જઈ રહ્યા છે તે સમયે અમેરિકનો જયાં ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરે છે. તેઓને મોટી રાહત આપી છે.
તા.20થી 1 વર્ષ માટે અમેરિકી કંપનીઓ- બેન્કો ક્રેડીટ કાર્ડ પર 10%થી વધુ વ્યાજ વસુલી શકે નહી. અમેરિકામાં ક્રેડીટ કાર્ડ પર 20-30% જેવું ઉંચુ વ્યાજ વસુલાય છે અને અહી ક્રેડીટ કાર્ડ કલ્ચર વ્યાપક છે તે સમયે ટ્રમ્પે હવે 1 વર્ષ માટે ક્રેડીટ કાર્ડ પર 10%થી વધુ વ્યાજ વસુલવા પર પ્રતિબંધ મુકી દીધો છે તેને ટ્રમ્પની સતાની `એનીવર્સરી’ ગીફટ ગણવામાં આવે છે.
ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડીયા હેન્ડલ પર એક પોસ્ટ મુકીને તેઓ ક્રેડીટ કાર્ડ વ્યાજ પર મર્યાદા મુકી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ પોતાના શાસનના 1 વર્ષને ઐતિહાસિક અને ભારે સફળતાવાળું ગણાવ્યું હતું.
તેઓએ ક્રેડીટકાર્ડના ઉંચા વ્યાજ માટે પુર્વ પ્રમુખ જો બાઈડનને દોષિત ગણાવ્યા હતા. જો કે તેઓ આ પ્રતિબંધ કઈ રીતે અમલી બનાવશે તે અંગે પ્રશ્ન છે. તેઓએ કહ્યું કે હું હવે અમેરિકી પ્રજાને લુટવા દઈશ નહી પણ ટ્રમ્પે જો કોઈ ખાસ સમય માટે વ્યાજદર પર મર્યાદા મુકવી હોય તો તેણે અમેરિકી સંસદની મંજુરી લેવી પડે છે અને તેનો ખરડો પસાર કરાવવો પડે છે.
હવે અમેરિકામાં એવી ટીકા થઈ છે કે, પ્રમુખ બજારના પરિબળો જે વ્યાજ દર નિશ્ચિત કરે છે તેના પર પોતાનો અંકુશ સ્થાપવા માંગે છે તો ટ્રમ્પના અબજોપતિ સાથીઓએ પણ ટ્રમ્પની આ જાહેરાતને ભુલ ગણાવી રહ્યા છે. કારણ કે ક્રેડીટકાર્ડ ધિરાણ એ સૌથી જોખમી ધિરાણ છે અને જો ખરેખર અંકુશ મુકાય તો કંપનીઓ જોખમી શ્રેણીમાં ગ્રાહકોને ક્રેડીટકાર્ડ આપશે નહી તો તેઓ ઉંચા વ્યાજે ધિરાણ કરતા લોનકાર્ડ નામના શાહુકારોની જાળમાં ફસાઈ જશે

