Washington,તા.21
અમેરિકાની સુપ્રીમકોર્ટ દેશના પ્રમુખને વૈશ્વિક ટેરીફ લાદવાની ઈમરજન્સી પાવર હેઠળ સતા જ નથી તેવું દર્શાવી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશો પર લાદેલા ઉંચા ટેરિફ રદ કરતા જ ગણતરીના કલાકોમાં પ્રમુખ ટ્રમ્પે હું ધારૂ તે કરી શકું છું તેવા હુંંકાર સાથે આગામી 150 દિવસ માટે 10%ના વચગાળાના ટેરીફ તમામ દેશો પર લાદવાની જાહેરાત કરી છે અને તે પણ જાહેર કર્યુ છે કે ભારત સાથે જ વ્યાપાર સમજુતી છે તે પણ અમલમાં જ રહેશે.
અમેરિકી સુપ્રીમકોર્ટે એક બહુમતી ચુકાદામાં પ્રમુખ ટ્રમ્પે તા.2 એપ્રિલના તેઓએ જાહેર કરેલા લીબરેશન-ડે ના અને તે બાદના સમયમાં જે રીતે અમેરિકી ઈમરજન્સી ઈકોનોમીક પાવર એકટ-1977 હેઠળ મળતી સતાનો ઉપયોગ કરી જે ટેરિફ લાદયા હતા તેમાં આ પ્રકારે ટેરિફ લાદવાથી પ્રમુખને સતા જ નથી. તેઓ 6-3 ની બહુમતીથી ચુકાદો આપતા જ પ્રમુખ ટ્રમ્પને મોટા આંચકો લાગ્યો હતો અને તેઓએ લાદેલા ટેરિફની અસર પણ રહી ન હતી.
પરંતુ સુપ્રીમકોર્ટના આ ચુકાદાના કલાકોમાંજ ટ્રમ્પે ટ્રેડ- એકટ 1974ની કલમ 122નો ઉપયોગ કરીને આગામી 150 દિવસ માટે તમામ દેશો જે અમેરિકામાં નિકાસ કરે છે તેના પર 10%ના એક સમાન ટેરિફ લાદી દીધો છે અને 150 દિવસના સમયગાળામાં તે `કાયમી’ ટેરિફ લાદવાનો પ્રક્રિયા નકકી કરશે.
શ્રી ટ્રમ્પ સુપ્રીમના ચુકાદાથી ભારે ગુસ્સામાં હોય તેવુ જણાતુ હતું. તેઓએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે હું વેપારને બનાવી શકું છું તો નષ્ટ પણ કરી શકુ છું. પ્રતિબંધ લગાવી શકું છું તો શું હું ટેરીફ લગાવી શકુ નહી! તેઓએ સુપ્રીમકોર્ટના ચુકાદાને મુર્ખતા ભર્યો ગણાવ્યો હતો.
અમેરિકી સુપ્રીમકોર્ટના ચુકાદા અને ટ્રમ્પે ફરી દાખલ કરેલા 10% ટેરિફ બાદની સ્થિતિ અંગે સીએનબીસીના રિપોર્ટ મુજબ ભારત પર હવે 18%ના બદલે 10% ટેરીફ લાગશે. આ જ રીતે યુરોપીયન સંઘ પર 15%, જાપાન પર 15%, ટેરીફ છે તે પણ ઘટીને 10% થઈ જશે અને જે દેશ પર 10% ટેરીફ છે તે યથાવત રહેશે.
જો કે આ અંગે કોઈ સતાવાર જાહેરાત થઈ નથી. પરંતુ પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યુ કે જે દેશો સાથે વ્યાપાર સમજુતી થઈ છે તેને કોઈ અસર થશે નહી. ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે કશું બદલશે નહી. ભારત ટેરીફ આપશે. અમો આપશુ નહી પણ ટ્રમ્પના આદેશ બાદ હવે અમેરિકામાં આયાત પર 10% ટેરીફ અમલી બની ગયા છે.
અમેરિકાની સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની સતાની મર્યાદાની બહાર જઈને વધારે ટેરિફ લાદયા હતા તેવું જાહેર કરી ટેરિફ નાબુદ કર્યા હતા પણ ટ્રમ્પે તે ચુકાદાને નિરાશાજનક બતાવ્યો હતો તથા ન્યાયમૂર્તિઓની પણ ટીકા કરી હતી તથા કલાકોમાં જ 10% ટેરિફના આદેશ પર સહી કરી હવે તે નવો કાનૂની વિવાદ બની શકે છે.
ટેરિફની વિરૂધ્ધ ચુકાદો આપનારા જજોને દેશદ્રોહી ગણાવ્યાઃ અમેરિકી પ્રમુખના આકરા તેવરવોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ દેશની સુપ્રીમ કોર્ટના જજો સામે મોરચો ખોલતા તેમને દેશદ્રોહી ગણાવ્યા છે. 20 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર સ્ટે આપ્યા બાદ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ યોજીને આકરી પ્રતિક્રિયા આપી હતી.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે અને કોર્ટના કેટલાક સભ્યો પર તેમને શરમ આવે છે.અભ્યાસ સુધી ઉઘરાવેલી ટેરિફની રકમ પરત આપવા પણ ઇન્કાર કર્યો હતો.
ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અત્યાર સુધી તેઓ કોર્ટને નારાજ ન કરવા માટે ખૂબ જ સંભાળીને ડગલાં ભરી રહ્યા હતા, પરંતુ હવે તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોર્ટ વિદેશી શક્તિઓથી પ્રભાવિત થઈ છે અને જજોમાં દેશ માટે યોગ્ય નિર્ણય લેવાની હિંમત નથી. જોકે, તેમણે જસ્ટિસ થોમસ, એલિટો અને કેવેનોનો આભાર માન્યો હતો.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, જે વિદેશી દેશો વર્ષોથી અમેરિકાને લૂંટી રહ્યા છે, તેઓ આ નિર્ણયથી ખૂબ ખુશ છે, પરંતુ તેમની આ ખુશી લાંબો સમય ટકશે નહીં. તેમણે ડેમોક્રેટ્સ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ એવી દરેક વસ્તુની વિરુદ્ધ છે જે અમેરિકાને મજબૂત અને મહાન બનાવે છે.
પોતાના સંબોધનમાં ટ્રમ્પે જજોને દેશ માટે અપમાનજનક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક જજ માત્ર ‘RINO’ અને રેડિકલ-લેફ્ટ ડેમોક્રેટ્સના ચાપલૂસ બની રહ્યા છે. ટ્રમ્પના મતે આ જજો દેશદ્રોહી છે અને અમેરિકાના બંધારણ પ્રત્યે વફાદાર નથી.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, કોર્ટ એક એવા રાજકીય આંદોલનથી પ્રભાવિત છે જે વાસ્તવમાં ખૂબ નાનું છે. તેમણે પોતાની ચૂંટણી જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ભારે મતોથી જીત્યા છે, પરંતુ કોર્ટના કેટલાક જજ વિરોધીઓના અવાજથી ડરે છે અને તેથી જ તેઓ સાચો નિર્ણય લેવા માંગતા નથી.

