Chennaiતા.૫
૪થી મેના રોજ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, અસમ, પુડુચેરી અને કેરળની વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયા જેમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના પરિણામોએ બધાને ચોંકાવી દીધા. તમિલનાડુમાં જનતાએ એક્ટરમાંથી અભિનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેને ખોબલે ખોબલે મતો આપ્યા. હાલ ટીવીકે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. પરંતુ એમાં પણ ટીવીકેના એક ઉમેદવારની જીત ખુબ ચર્ચામાં છે કારણ કે આ ઉમેદવારે રાજ્યના મંત્રી કે. આર પિરિયાકરુપ્પનને માત્ર ૧ મતથી હાર્યા.
ડીએમકેના નેતા અને મંત્રી કે આર પેરિયાકરુપ્પન તિરુપ્પત્તૂર વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ અહીં તેમને માત્ર એક મતથી હારનો સામનો કરવો પડ્યો. આ પરિણામ એ દર્શાવે છે કે ચૂંટણીમાં એક એક મત કેટલો કિંમતી છે. રાજ્યના સહકારિતા મંત્રી કે આર પેરિયાકરુપ્પનને ટીવીકે ઉમેદવાર સીનિવાસ સેતુપતિ આરએ હરાવી દીધા. મતગણતરી પૂરી થયા બાદ સેતુપતિને માત્ર એક જ વધારાનો મત મળ્યો હતો. જેના આધારે જીત મળી. સેતુપતિને કુલ ૮૩૩૭૫ મત મળ્યા જ્યારે પેરિયાકરુપ્પનને માત્ર એક મતે હારનો સામનો કરવો પડ્યો.
ખુબ જ ઓછા અંતરના કારણે આ મુકાબલો ચૂંટણી ઈતિહાસના સૌથી રસપ્રદ મુકાબલાઓમાંથી એક ગણાઈ રહ્યો છે. તેની સરખામણી એવા ઉદાહરણો સાથે થઈ રહી છે જ્યાં જીત કે હારનું અંતર માત્ર એક કે બે મતથી હોય. આ પરિણામ દર્શાવે છે કે મતદારનો એક મત ઉમેદવારનું ભાગ્ય પલટી શકે છે.
તમિલનાડુમાં તમામ ૨૩૪ બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જેમાં તમિલગા વેટ્રી કઝગમ મોટા પક્ષ તરીકે ઊભર્યો છે. વિજયની પાર્ટીએ ૧૦૮ સીટ જીતી છે પરંતુ હજુ પણ જોકે બહુમતથી દૂર છે. ડીએમકે ૫૯ સીટો સાથે બીજા નંબરે જ્યારે એઆઇએડીએમકે ૪૭ સીટો સાથે ત્રીજા નંબરે રહી. કોંગ્રેસ ૫ સીટો જીતવામાં સફળ રહી જ્યારે પીએમકેએ ૪ સીટ જીતી.

