Amreli, તા. 7
રાજકોટમાં રહેતી તરૂણી ઉપર વળગાડ દુર કરવાની વિધિના બહાને અમરેલી પંથકના ભુવા સહિત બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને જીવનનાં અંતિમ શ્ર્વાસ સુધીની જેલવાસની સજા ફટકારી છે.
રાજકોટ ગામે 150 ફૂટ રીંગ રોડ ઉપર રહેતી એક 14 વર્ષીય તરૂણીને છેલ્લા પંદર વીસ દિવસથી રાત્રીના નીંદરમા ઉભી થઈ તેમનાં દાદાનુ એકસીડન્ટના બાબતેની વાતો હું કર્યા કરતી અને નીંદરમા રડયા કરતી હતી જેથી તેણીના પપ્પાને એમ થયેલ કે, તેમને કોઇ વળગાડ હોય તેવુ લાગેલ જેથીગત કાલ તા.31/10/24 ના રોજ સાંજના છ વાગ્યે ઘરે હાજર હતી ત્યારે તેણીના પપ્પાના મિત્ર રાજકોટ રહેતાં આરોપી મનોજભાઈ જીવાભાઈ પરમારે વાત કરેલ છે કે, વરસડા ખાતે એક ભુવા છે. ત્યા તેણીને લઇ જવાની છે. અને તેણીને ત્યા સારૂ થઈ જશે. તેવી વાત કરેલ હતી. અને તેણી પપ્પાની તબિયત ખરાબ હતી.
જેથી તેણી આરોપી મનોજભાઈ જીવાભાઈ પરમાર (રહે. રાજકોટ રામાપીર ચોકડી વાળા) સાથે તરૂણીને વરસડા મોકલેલ હતી. અને રાત્રીના આશરે સાડ દસેક વાગ્યે અમરેલી તાલુકાના વરસડા ગામે આરોપી ભુવા નીતીન કાળુભાઇ વાધેલાના ઘરે લઇં ગયેલ હતાં. અને આરોપીએ નીતીન ભુવાજીએ તેના ઘરે પ્રથમ તરૂણી નામ અને ઉંમર પુછેલ અને મારી ચુંદડી કાઢી શરીર બતાવવાનું કહેલ આ વખતે આરોપી ભુવાએ તેણીને જોઈ આરોપીએ વળગાડ કાઢવાની વીધી કરવાના બહાને તરુણીના શરીરના કપડા કઢાવી, શરીરે હાથ ફેરવી, મારી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ હતો.તથા બીજો આરોપી મનોજભાઇ જીવાભાઈ પરમાર (રહે. રાજકોટ શમાપીર ચોકડી વાળા)એ તરુણીના શરીરે અડપલાઓ કરી, શરીર સંબંધ બાંધવાનું કહેલ હતું. આ અંગે તરૂણીએ જે તે સમયે નીતીન કાળુભાઇ વાધેલા તથા મનોજભાઇ જીવાભાઈ પરમાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ અમરેલીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલ અને પુરાવાને ધ્યાને લઈ આરોપી નીતિનભાઈ કાળુભાઇ વાઘેલા તથા મનોજભાઇ જીવાભાઈ પરમારને ભારતીય ન્યાય સંહિતાની કલમ-64 (1), 54, 64(2) (આઇ), 65(1), 75(1)(2) તથા પોક્સો એક્ટની કલમ-4, 6, 8, 10, 12 તથા 17 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં આજીવન કારાવાસ (આરોપીની બાકી રહેલ કુદરતી જીંદગી સુધી) ની સખત કેદની સજા તથા રૂપિયા 20,000 ના દંડની સજાનો હુકમ કરેલ છે.

