Amreli, તા. 8
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે અપમૃત્યુ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતાં અંબાબેન વા/ઓફ ભવાનભાઇ ભીલ નામનાં 51 વર્ષીય મહિલાને વર્ષોથી થાઇરોડ તથા માનસીક બીમારી હોય અને તે અંગેની દવા પણ ચાલુ હોય, જેનાથી તેણી કંટાળી જઇને ગતતા.4 ના રોજ સવારે 9/15 વાગ્યે મોરંગી ગામે પોતાના ઘરે એસીડ પી’ જતા તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
જ્યારે બીજા બનાવમાં ગીર ગઢડા તાલુકાના વડવીયાળા ગામે રહેતાં મનસુખભાઈ લાખાભાઈ જાદવ, નામનાં 40 વર્ષીય યુવક ગત તા.5 ના રોજ બપોરનાં 3/30 વાગ્યા દરમ્યાન ફાચરીયા ગામ મસળી સીમ વિસ્તારમાં કુવો બાંધવાનુ કામ (મજુરીકામ) કરતા હતા એ વખતે કુવાની પુરણીમા ધુળનુ તગારૂ નાખવા જતા અક્સ્માતે પગ લપસી જતા તે કુવામા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

