Surendranagar,તા.8
ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેરના દિલ્હી દરવાજા નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ।.1900 જપ્ત કર્યા હતા.
પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન દિલ્હી દરવાજા પાસે કેટલાક શખ્સો ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરફરાજભાઈ મલેક, ધીરુભા પરમાર અને સંજયભાઈ મુંધવા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
પોલીસે આફતાબ ઉંમરભાઈ સંધી અને તોફિકભાઈ અસ્લમભાઈ ઘાંચી (બંને રહે. ધ્રાંગધ્રા) ને ઝડપી લીધા હતા. બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

