Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026

    Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા

    June 12, 2026

    Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા
    • Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા
    • Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!
    • પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના Drugs જપ્ત
    • Porbandar માં વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્કના વિકાસ માટે ઉદ્યોગજગત સાથે ઉચ્ચસ્તરીય સમિટ યોજાશે
    • PM Modi ૧૩ થી ૧૮ જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાત લેશે, જી-૭ સમિટમાં હાજરી આપશે
    • Mamata Banerjeeનું વ્યક્તિત્વ તેમની સૌથી મોટી તાકાત અને નબળાઈ બંને રહ્યું છે,મણિશંકર ઐયર
    • PMએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશમાં Petrol-Diesel અને ગેસનો બે મહિનાનો સ્ટોક, ચિંતા ન કરશોઃ સરકાર
    રાષ્ટ્રીય

    દેશમાં Petrol-Diesel અને ગેસનો બે મહિનાનો સ્ટોક, ચિંતા ન કરશોઃ સરકાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશમાં ઇથેનોલનું વધુ પ્રમાણ ધરાવતા પેટ્રોલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈથેનોલનું વધુ પ્રમાણ ધરાવતાં પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી નાબૂદ કરી છે

    New Delhi, તા.૧૨

    પશ્ચિમ એશિયામાં સંકટના પગલે દેશમાં Petrol-Diesel અને ગેસની ઉપલબ્ધિ બાબતે અનેક નાગરિકો ચિંતિત છે, પરંતુ દેશમાં ઈંધણનું કોઈ સંકટ નથી. સરકારે નાગરિકોને રાહતના સમાચાર આપતાં વિશ્વાસ અપાવ્યો છે કે, દેશમાં ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલએનજીનો પૂરતો સ્ટોક છે. દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસનો બે મહિનાનો સ્ટોક ઉપલબ્ધ છે અને નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.

    પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ગુરુવારે વપરાશકારો અને ઉદ્યોગોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, ઈંધણના પુરવઠામાં કોઈ સમસ્યા નથી અને ગભરાટમાં આવીને જરૂરિયાત કરતાં વધારે ખરીદી કરવાની આવશ્યકતા નથી. વિભાગના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે, અગ્રણી પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો સંપૂર્ણ સ્થિર છે. ક્રૂડ ઓઈલ, Petrol-Diesel, એલપીજી અને કુદરતી ગેસનો સપ્લાય સ્થિર છે અને દેશની રીફાઈનરીઓ પોતાની ઉચ્ચતમ ક્ષમતા પર કામ કરી રહી છે.

    ઈંધણની અછત બાબતે સતત પૂછાઈ રહેલા સવાલોનો જવાબ આપતાં શર્માએ કહ્યું હતું કે, દેશમાં પૂરતો સ્ટોક હોવાનો વિશ્વાસ છેલ્લા ત્રણ મહિનાથી સરકાર અપાવી રહી છે. દેશમાં રોલિંગ સ્ટોક ઉપલબ્ધ છે અને લગભગ બે મહિનાની ઈંધણ જરૂરિયાત સંતોષવા માટે પર્યાપ્ત છે. કેટલાક રીટેલ આઉટલેટ્‌સ પર વેચાણ વધ્યું છે, પરંતુ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દેશભરમાં અડચણરહિત સપ્લાય સુનિશ્ચિત કરે છે. ઈરાન-યુએસ વચ્ચે યુદ્ધનું સંકટ વધારે વિકટ બન્યું છે ત્યારે આગામી સમયમાં ઈંધણની કિંમતોમાં વધારા અંગે સવાલ પૂછાતાં તેઓ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં કિંમતો અંગે હાલ કહી શકાય તેમ નથી. પેટ્રોલ-ડિઝલ, એલપીજી, કુદરતી ગેસનો પુરવઠો જાળવી રાખવા અને વપરાશકારોને હાલાકીમાંથી ઉગારવા સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે.

    દેશમાં ઇથેનોલનું વધુ પ્રમાણ ધરાવતા પેટ્રોલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈથેનોલનું વધુ પ્રમાણ ધરાવતાં પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી નાબૂદ કરી છે. ફ્યુઅલ બ્લેન્ડિંગની પ્રક્રિયા પર લાગતાં બેવડાં ટેક્સને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે એક જાહેરનામું બહાર પાડીને ઈ૨૨, ઈ૨૫, ઈ૨૭ અને ઈ૩૦ ગ્રેડના ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

    જોકે આ માટે પેટ્રોલ પર એક્સાઇઝ અને ઇથેનોલ પર જીએસટી પહેલેથી ચૂકવાયેલો હોવો જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય મિશ્રણની પ્રક્રિયાને ‘મેન્યુફેક્ચરિંગ’ ગણીને કંપનીઓ પાસેથી બીજી વખત ટેક્સ વસૂલવાની જોગવાઈને રદ કરવાનો છે. ૧૦ જૂનથી અમલી બનેલા આ નિયમથી કંપનીઓને ડબલ ટેક્સેશનની જાળમાંથી મુક્તિ મળશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહતથી સામાન્ય જનતા માટે પેટ્રોલના છૂટક ભાવમાં કોઈ તાત્કાલિક ઘટાડો નહીં થાય.

    Petrol-Diesel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના Drugs જપ્ત

    June 12, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ૧૩ થી ૧૮ જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાત લેશે, જી-૭ સમિટમાં હાજરી આપશે

    June 12, 2026
    રાષ્ટ્રીય

    PMએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો

    June 12, 2026
    રાષ્ટ્રીય

    Goa માં “પવન ઉર્જાઃ મહત્વાકાંક્ષાથી ગતિશીલતા સુધી” થીમ પર ગ્લોબલ વિન્ડ ડે ૨૦૨૬ કોન્ફરન્સનું આયોજન

    June 12, 2026
    મુખ્ય સમાચાર

    ગૃહમંત્રી Amit Shah બાબા બર્ફાનીના સુરક્ષિત દર્શન સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ચીન સરહદ નજીક ભારત-અમેરિકન લશ્કરી કવાયત યોજાશે, પહેલી વાર Apache helicopter ઉડાવાશે

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026

    Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા

    June 12, 2026

    Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!

    June 12, 2026

    પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના Drugs જપ્ત

    June 12, 2026

    Porbandar માં વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્કના વિકાસ માટે ઉદ્યોગજગત સાથે ઉચ્ચસ્તરીય સમિટ યોજાશે

    June 12, 2026

    PM Modi ૧૩ થી ૧૮ જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાત લેશે, જી-૭ સમિટમાં હાજરી આપશે

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026

    Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા

    June 12, 2026

    Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.