Morbi તા 13
મોરબીના ઝીકિયારી ગામ નજીક ડેમની ગોળાઈ પાસેથી ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા
પડધરી તાલુકાના બોડી ઘોડી ગામે રહેતા દેવશીભાઈ તેજાભાઈ ભરવાડ (29)એ ટ્રક નંબર જીજે 14 ઝેડ 7828 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે ઝીકિયારી ગામ પાસે ડેમની ગોળાઈ નજીકથી ફરિયાદીનું બાઈક નંબર જીજે 3 પીએફ 7586 ને ટ્રક ચાલકે ફરિયાદીને તથા બાઈક ચલાવી રહેલા વાછાભાઈને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બંને ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ભાવિક દીપકભાઈ મહેશ્વરી (25) નામના યુવાને રેલવે સ્ટેશન રોડ ઉપર ફીનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા

