Amreli,
અમરેલીના કુકાવાવ તાલુકાના વડીયા ગામે રહેતા મિલનબેન રવિભાઈ રાવરાણી (ઉંમર વર્ષ 30) ગઈકાલે સવારના 9:30 વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા શરીરે ગંભીર રીતે દાઝી હતા.
તેમને તત્કાલ વડીયા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને ત્યાંથી જુનાગઢ સિવિલમાં રિફર કરાવી હતી જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પરિવાર એ જણાવ્યું કે મિલનબેનના પતિ રવિભાઈ દરજી કામ કરે છે.
આઠ વર્ષ પહેલા તેઓના લગ્ન થયા હતા. હાલ સંતાનમાં એક દીકરો અને એક છે. ગૃહ ક્લેશથી કંટાળીને પગલું ભરી લીધાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

