Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ

    June 19, 2025

    Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી

    June 19, 2025

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ
    • Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી
    • Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન
    • Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?
    • Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા
    • BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ
    • Switzerland માં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે
    • Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:પરીક્ષામાં કાપલી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો ફોટો પાડવામાં આવશે
    વડોદરા

    Vadodara:પરીક્ષામાં કાપલી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો ફોટો પાડવામાં આવશે

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.09

    એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી  કાપલી સાથે પકડાય તો તેનો કાપલી સાથે ફોટો પાડવામાં આવી રહ્યો છે.

    સત્તાધીશોએ પહેલી વખત આ પ્રકારનો નિયમ બનાવ્યો છે. નિયમ લાગુ કરવા માટે વિજિલન્સ સ્કવોડ અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને સૂચના આપવામાં આવી છે.આ ફોટોગ્રાફ વિજિલન્સ સ્કવોડના વોટસએપ ગુ્રપમાં અપલોડ કરવાનો રહેશે.જેનો ઉપયોગ અનફેરમીન્સ કમિટિની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી સામે પૂરાવા તરીકે થશે.

    નવો નિયમ ચર્ચાસ્પદ પણ બન્યો છે.કારણકે આ પ્રકારની કાર્યવાહી ગંભીર ગુનો કરનારા ગુનેગારો સામે પોલીસ મથકમાં થતી હોય છે.જ્યારે કાપલી કરનારા વિદ્યાર્થીઓએ કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે તેમનો ફોટો પાડવો પડે તેવુ ઘણા અધ્યાપકોને પણ લાગી રહ્યું છે.ઉપરાંત આ ફોટોગ્રાફનો  દુરપયોગ થવાનું પણ જોખમ રહેતું હોય છે.

    બીજી તરફ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ કાપલી સાથે પકડાયા બાદ અનફેરમીન્સ કમિટિ સમક્ષ ઘણી વખત કાપલી પોતાની હોવાનો ઈનકાર કરી દેતા હોય છે અને તેના કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.જોકે આ ફોટોગ્રાફને કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં નહીં આવે.સાથે સાથે સુપરવિઝન કરનારા અધ્યાપકો માટે પણ આ જ નિયમ અમલમાં મૂકાયો છે.જે પ્રમાણે સુપરવિઝન કરતી વખતે અધ્યાપક મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે અને જો અધ્યાપક મોબાઈલ ઉપયોગમાં લેતા હોવાનું ધ્યાનમાં આવશે તો તેમનો પણ ફોટોગ્રાફ લેવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

    વિદ્યાર્થિનીએ મહિલા અધ્યાપકના હાથ પર બચકું ભરી લીધું હતું 

    યુનિવર્સિટીની પરીક્ષામાં ગત વર્ષે  કાપલી સાથે પકડાયેલી એક વિદ્યાર્થિનીએ વિજિલન્સ સ્કવોડની સભ્યને બચકું ભરી લીધું હતું.સાયન્સ ફેકલ્ટીમાં પરીક્ષા આપી રહેલી કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થિની પાસેથી ઢગલાબંધ કાપલીઓ પકડાઈ હતી.તેની પાસે કાપલીઓ માંગવામાં આવી ત્યારે તેણે કાપલી આપવાનો ઈનકાર કરી દીધો હતો.વિજિલન્સ સ્કવોડના મહિલા અધ્યાપકે કાપલીઓ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો ત્યારે  વિદ્યાર્થિનીએ તેમના હાથ પર બચકું ભરી લીધું હતું.તે વખતે મોબાઈલ પર ફોટો પાડવાની કે વિડિયો રેકોર્ડિંગ કરવાની પરવાનગી હોત તો આ સ્થિતિ ના સર્જાઈ હોય તેવી પણ એક દલીલ થઈ રહી છે.

    ક્લાસરુમોમાં સીસીટીવી કેમેરા લાગેલા નથી 

    યુનિવર્સિટીની ભાગ્યે જ કોઈ ફેકલ્ટીના ક્લાસરુમમાં સીસીટીવી કેમેરા છે.જે સીસીટીવી કેમેરા કેમ્પસમાં લાગ્યા છે તેમાંથી પણ મોટાભાગના કેમેરા કામ કરતા  નથી.જો ક્લાસરુમમાં સીસીટીવી કેમેરા હોય તો  તેનું રેકોર્ડિંગ પણ પૂરાવા તરીકે કામ લાગી શકે અને વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ લેવાની જરુર ના રહે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ

    June 19, 2025

    Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી

    June 19, 2025

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025

    Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?

    June 19, 2025

    Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા

    June 19, 2025

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ

    June 19, 2025

    Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી

    June 19, 2025

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.