Jaipur, તા.20
આઈપીએલની વર્તમાન સીઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે માત્ર ઓરેન્જ કેપ પર જ કબજો કર્યો નથી, પરંતુ અનેક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યા છે.
વૈભવે અત્યાર સુધી 13 મેચોમાં 44.53ની સરેરાશથી કુલ 579 રન બનાવ્યા છે, જેના કારણે તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેની આક્રમક બેટિંગે વિરોધી બોલરોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે.
500થી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં વૈભવનો સ્ટ્રાઈક રેટ 236.32 રહ્યો છે, જે ઈંઙક ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. તેણે 2019માં આન્દ્રે રસેલ દ્વારા બનાવાયેલા 204.8ના સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
વૈભવે આ સીઝનમાં અત્યાર સુધી 53 છગ્ગા ફટકાર્યા છે અને હવે તે એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં માત્ર ક્રિસ ગેલ જ તેની આગળ છે, જેમણે 2012માં 59 સિક્સર ફટકારી હતી.
એક જ ઇનિંગમાં 10 કે તેથી વધુ સિક્સર વૈભવે આ સીઝનમાં ત્રીજી વખત ફટકારી છે. આ મામલે હવે તેની આગળ માત્ર ક્રિસ ગેલ છે, જેમણે ચાર વખત આ સિદ્ધિ મેળવી હતી. વૈભવની આ ધમાકેદાર બેટિંગે તેને આ સીઝનનો સૌથી ચર્ચિત યુવા સ્ટાર બનાવી દીધો છે.

