Mumbai,તા.17
BMC વોર્ડ 15માંથી વિજેતા બનેલા જિજ્ઞાસા શાહ મતગણતરી કેન્દ્રમાંથી ખુશખુશાલ બહાર આવ્યા. ભાજપની ઉમેદવાર શાહને તે સમયે ખબર નહોતી કે કુલ 26,088 મત સાથે તેઓ સાંજે લગભગ 7 વાગ્યા સુધી આવેલા પરિણામોમાં આ ચૂંટણીમાં કોઈપણ વિજેતા ઉમેદવારમાં સૌથી વધુ મત મેળવનાર બન્યા છે.
શાહે પોતાના એકમાત્ર પ્રતિસ્પર્ધી શિવસેના (UBT)ની જસજયશ્રી એડવિન બાંગેરાને ભારે માર્જિનથી હરાવ્યા. બાંગેરાને 4,554 મત મળ્યા હતા, જ્યારે શાહે 21,534 મતના ભવ્ય તફાવતથી જીત નોંધાવી હતી. કેટલાક ચૂંટણી નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, 2026ની BMC ચૂંટણીમાં આ સૌથી મોટો વિજય માર્જિન હોઈ શકે છે.
આ સીધી ટક્કરની ચૂંટણી હતી, જેમાં `નન ઑફ ધ અબવ’ (NOTA) ત્રીજા વિકલ્પ તરીકે 1,122 મત મેળવીને નોંધપાત્ર રહ્યો હતો. આ વોર્ડ મુંબઈના છ સેન્ટ્રલ વોર્ડમાં આવેલા સાઈબાબા નગર વિસ્તારને આવરી લે છે, જે કોરા કેન્દ્રનો એક ભાગ છે. આ વિસ્તારમાં કલ્પના ચાવલા ચોક અને પ્રબોધંકર ઠાકરે થિયેટર પણ આવે છે.
વોર્ડ 30માંથી ભાજપના ધવલ વોરાએ 23,346 મત મેળવી શિવસેના (UBT)ના દિવાકર પાટીલને 20,847 મતના તફાવતથી હરાવ્યા. મુલુંડ પશ્ચિમના વોર્ડ 107માં ભાજપના જ નિલ સોમૈયાએ પોતાના સ્વતંત્ર પ્રતિસ્પર્ધી દિનેશ જાધવને 15,005 મતના માર્જિનથી પરાજય આપ્યો. જાધવને 6,224 મત મળ્યા હતા, જ્યારે સોમૈયાને 21,229 મત પ્રાપ્ત થયા હતા. જાધવને શિવસેના (UBT) અને મનસે (MNS)નું સમર્થન હતું.
થાણે નગરપાલિકા ચૂંટણીમાં શિવસેનાના મંદાર કેનીએ વોર્ડ 23D (કાલવા)માંથી 15,150 મતના માર્જિનથી જીત મેળવી. નોંધનીય છે કે તેમની માતા પ્રમિલા કેનીએ 2017માં એ જ વોર્ડમાંથી એનસિપિના ટિકિટ પર 10,742 મતના તફાવતથી જીત મેળવી હતી. આ વખતે તેમણે શિવસેનાના અન્ય ઉમેદવાર સામે સ્વતંત્ર તરીકે ચૂંટણી લડી અને જીત મેળવી.

