Abu Dhabi, તા.3
મધ્ય પૂર્વમાં ભડકેલા યુધ્ધમાં હજુ કોઇ સમાધાન શક્ય બનતું નથી અને નવો ભડકો થવાના ભણકારા વચ્ચે અબુધાબીએ અત્યંત મોટું કદમ ઉઠાવીને તમામ ભાડા કરાર સ્થગિત કરી દીધા છે.
રહેણાંક, કોમર્શિયલ તથા ઔદ્યોગિક એવી તમામ મિલ્કતોમાં નવા રીન્યુઅલ કે નવા લીઝ કરાર પણ સ્થગીત કરી દેવામાં આવ્યા છે. આ કદમ કામ ચલાઉ હોવાનું જાહેર કરાયું છે. જો કે, કોઇ સમયમર્યાદા નકકી કરવામાં આવી નથી.
નિષ્ણાંતોએ એવો દાવો કર્યો છે કે અબુધાબીની જેમ બ્રિટન આવું કદમ ઉઠાવી શકે તેમ નથી કારણ કે દુબઇ ઇન્ટરનેશનલ રીયલ એસ્ટેટ હબ છે. આવા કોઇ કદમ ઉઠાવાય તો ઇન્વેસ્ટરો પ્રભાવિત થઇ શકે છે અને ભવિષ્યમાં મૂડી રોકાણ વધવા પર જોખમ ઉભું થઇ શકે છે. દુબઇમાં મિલ્કત ખરીદીમાં ભારતીયો મોખરે છે. ગત વર્ષે કુલ સંપત્તિ વ્યવહારોમાં 23 ટકા ભારતીયોના હતા.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અબુધાબીમાં ભાડા કરાર સ્થગીત કરવાના કદમથી `પ્રોપર્ટી’ માલિકોને રાહત મળશે. પરંતુ ઇન્વેસ્ટરોની કમાણીના ગણિત બગડી શકે છે. દુબઇમાં ઇન્વેસ્ટમેન્ટ પર સરેરાશ 7 થી 9 ટકાની વાર્ષિક કમાણી થતી હતી તે આ વર્ષે ઘટીને 5.5 થી 7 ટકા થવાનો અંદાજ છે. અબુધાબીમાં દર વર્ષે 5 ટકા ભાડા વૃધ્ધિનો વધારો હતો. હવે નવા નિયમ હેઠળ કામચલાઉ ધોરણે તેમાં વધારો શક્ય નહીં બને.

