Lucknow, તા.18
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત મંગળવારે લખનઉમાં હાજર રહ્યા. અહીં તેમણે હિંદુ સમાજ અંગે અનેક વિચારો વ્યક્ત કર્યા. હિંદુ સમાજને કોઈથી પણ ખતરો નથી, પરંતુ આપણે સાવધાન રહેવું પડશે.
આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે મંગળવારે કહી. તેઓ નિરાલા નગર સ્થિત સરસ્વતી શિશુ મંદિરમાં સામાજિક સદ્ભાવ બેઠકમાં બોલી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે હિંદુઓની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી અને લાલચ તેમજ જબરદસ્તીથી થતા ધર્માંતરણ પર રોક લગાવવાની વાત કરી. તેમણે કહ્યું કે ઘર વાપસીનું કામ ઝડપી બનાવવું જોઈએ. જે લોકો હિંદુ ધર્મમાં પરત આવે, તેમનું ધ્યાન પણ આપણે રાખવું પડશે.
ઘુસપેઠ વધતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ઘુસપેઠિયાઓને ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ કરવા પડશે. તેમને રોજગાર ન આપવો જોઈએ. તેમણે કહ્યું કે હિંદુઓને ઓછામાં ઓછા ત્રણ બાળકો હોવા જોઈએ. તેમણે કહ્યું કે એક સમયે ભેદ નહોતો, પરંતુ સમય ચક્રને કારણે ભેદભાવની આદત પડી ગઈ છે, જેને દૂર કરવી પડશે.
આ બેઠકમાં સિક્ખ, બૌદ્ધ, જૈન સમાજ તેમજ રામકૃષ્ણ મિશન, ઇસ્કોન, જય ગુરૂદેવ, શિવ શાંતિ આશ્રમ, આર્ટ ઑફ લિવિંગ, સંત નિરંકારી આશ્રમ, સંત કૃપાલ આશ્રમ, કબીર મિશન, ગૌરક્ષા પીઠ, આર્ય સમાજ, સંત રવિદાસ પીઠ, દિવ્યાનંદ આશ્રમ, બ્રહ્મ વિદ્યા નિકેતન સહિત અલગ-અલગ વર્ગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા.
સરસંઘચાલકે કહ્યું કે ઘર-પરિવારનો આધાર માતૃશક્તિ છે. આપણી પરંપરામાં કમાણીનો અધિકાર પુરુષોને હતો, પરંતુ ખર્ચ કેવી રીતે થાય તે માતાઓ નક્કી કરતી હતી. માતૃશક્તિ લગ્ન પછી બીજા ઘરમાં આવીને સૌને પોતાનું બનાવી લે છે. સ્ત્રીને આપણે અબળા ન માનવી જોઈએ, તે અસુર મર્દિની છે.
યુજીસી ગાઇડલાઇન અંગે એક પ્રશ્નના જવાબમાં સરસંઘચાલકે કહ્યું કે કાયદો સૌએ માનવો જોઈએ. જો કાયદો ખોટો હોય તો તેને બદલવાનો ઉપાય પણ છે. જાતિઓ ઝઘડાનું કારણ ન બનવી જોઈએ. સમાજમાં અપનાવાનો ભાવ હશે તો આવી સમસ્યા નહીં આવે.
તેમણે કહ્યું કે અમેરિકા અને ચીન જેવા દેશોમાં બેઠેલા કેટલાક લોકો આપણી સદ્ભાવના વિરૂધ્ધ યોજના બનાવી રહ્યા છે. આનાથી આપણે સાવધાન રહેવું પડશે. એકબીજા પ્રત્યે અવિશ્વાસ સમાપ્ત કરવો પડશે. એકબીજાના દુઃખ-દર્દમાં ભાગીદાર બનવું પડશે.
યુજીસી ગાઇડલાઇન અંગે એક પ્રશ્નના જવાબમાં સરસંઘચાલકે કહ્યું કે કાયદો સૌએ માનવો જોઈએ. જો કાયદો ખોટો હોય તો તેને બદલવાનો ઉપાય પણ છે. જાતિઓ ઝઘડાનું કારણ ન બનવી જોઈએ.
સમાજમાં અપનાવાનો ભાવ હશે તો આવી સમસ્યા નહીં આવે. જે નીચે પડ્યા છે, તેમને ઝુકીને ઉપર ઉઠાવવા પડશે. સૌ પોતાના છે, આ ભાવ મનમાં હોવો જોઈએ. સંઘર્ષથી નહીં, સમન્વયથી દુનિયા આગળ વધે છે. એકને દબાવીને બીજાને ઊભો કરવાનો ભાવ ન હોવો જોઈએ.

