Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
    • વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
    • Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
    • Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
    • Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
    • Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
    • Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
    • Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ?
    ધાર્મિક

    સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 28, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ? તેનું વિવેચન કરતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૪)માં કહે છે કે 

    તતઃપદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ

    તમેવ ચાદ્યં પુરૂષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. 

    (તતઃ-તે પછી, તત્-તે, પદમ્-પરમપદ સ્વરૂપ પરમેશ્વરને, તત્પરિમાર્ગિતવ્યં-શોધવા જોઇએ, યસ્મિન્-જેને, ગતાઃ-પામી ચુકેલા માણસો, ભૂયઃ-ફરી, ન નિવર્તન્તિ-પાછા વળીને સંસારમાં આવતા નથી, ચ-અને, યતઃ-જેનાથી, પુરાણી-અનાદિકાળથી ચાલી આવતી, પ્રવૃત્તિઃ-આ સૃષ્ટિ, પ્રસૃતા-વિસ્તાર પામી છે, તમ્-તે, આદ્યમ્-આદિ, પુરૂષમ્-પુરૂષ પરમાત્માને, એવ-જ, પ્રપદ્યે-હું શરણે છું.)  

    તેના ૫છી ૫રમપદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઇએ.જેને પામી ચુકેલા મનુષ્યો ફરીથી પાછા વળીને સંસારમાં આવતા નથી અને જેનાથી અનાદિકાળથી ચાલતી આવતી આ સૃષ્ટિ વિસ્તારને પ્રાપ્ત થઇ છે એ આદિ પુરૂષ ૫રમાત્માને જ હું શરણે છું.(૧૫/૪) 

    ૫રમાત્માની ખોજ કરતાં ૫હેલાં સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવો બહુ જ આવશ્યક છે કારણ કે ૫રમાત્મા તો તમામ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જેમ છે તેમ વિધમાન છે.ફક્ત સંસાર સાથે સબંધ માનવાના કારણે જ નિત્ય પ્રાપ્ત ૫રમાત્માના અનુભવમાં વિઘ્ન આવી રહેલ છે.સંસાર સાથે સબંધ ચાલુ રહેવાથી ૫રમાત્માની ખોજ કરવામાં ઢીલાશ આવે છે અને સેવા-સુમિરણ-સત્સંગ વગેરે સર્વ કંઇ કરવા છતાં ૫ણ વિશેષ લાભ દેખાતો નથી. 

    જીવ ૫રમાત્માનો અંશ છે.સંસાર સાથે સબંધ માની લેવાના કારણે જ પોતાના અંશી ૫રમાત્માના સબંધને ભુલી ગયો છે.શરીર સંસાર સાથે મારો કોઇ સબંધ નથી-આ તત્વનો અનુભવ કરવો એ જ સંસારવૃક્ષનું છેદન કરવું છે અને હું ૫રમાત્માનો અંશ છું-આ વાસ્તવિકતામાં હર હંમેશાં સ્થિત રહેવું એ જ ૫રમાત્માની ખોજ કરવી છે.સંસારને પોતાનો માનવાથી નિત્ય પ્રાપ્ત પરમાત્મા અપ્રાપ્ત દેખાવા લાગી જાય છે અને અપ્રાપ્ત સંસાર પ્રાપ્ત દેખાવા લાગી જાય છે.ખોજ એની થાય છે જેનું અસ્તિત્વ પહેલાંથી જ હોય છે.પરમાત્મા અનાદિ અને સર્વત્ર પરીપૂર્ણ છે.આથી અહી ખોજ કરવાનો મતલબ એ નથી કે કોઇ સાધન વિશેષ દ્વારા એ પરમાત્માને ખોળવાના છે.જે સંસાર શરીર,પરીવાર,ધન વગેરે ક્યારેય પોતાનાં હતાં નહી,છે નહી અને થશે નહી તમનો આશ્રય ન લઇને જે પરમાત્મા સદાયથી પોતાના છે,પોતાનામાં છે અને અત્યારેય છે એમનો આશ્રય લેવો એ જ એમની ખોજ છે. 

    ભક્તોએ સાધન,ભજન,સેવા,સુમિરણ,સત્સંગ કરવાં એ તો બહુ આવશ્યક છે કેમકે એના જેવું કોઇ ઉત્તમ કામ નથી પરંતુ પરમાતત્વને સાધન,ભજન,સેવા,સુમિરણ,સત્સંગના દ્વારા પ્રાપ્ત કરી લઇશું-એવું માનવું ઠીક નથી કેમકે એવું માનવાથી અભિમાન વધે છે,જે પરમાત્માપ્રાપ્તિમાં બાધક છે.પરમાત્મા કૃપાથી મળે છે,એમને કોઇ સાધનથી ખરીદી શકાતા નથી.આ બધાં સાધનથી સંસાર સાથે તાદાત્મ્ય,મમતા અને કામનાનો સબંધનો નાશ થાય છે,જે પોતાના દ્વારા જ કરાયેલું છે. 

    આ ખોજ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત (સદગુરૂ) વિના સંભવ નથી એટલે જ સદગુરૂ નિરંકારી બાબાએ પોતાના પ્રસિધ્ધ ગ્રંથ “અવતારવાણી-૨૯૯“ માં કહ્યું છે કે.. 

    જે ઇશ્વર સાથે મિલાવે એ સદગુરૂ પુરા છે,

    જીવનને શાંત બનાવે એ સદગુરૂ પુરા છે,

    જે ઘરમાંહી ઘર બતાવે એ સદગુરૂ પુરા છે,

    સદગુરૂ પુરાની એ જ નિશાની,૫લમાં દેખાડે અંગસંગ રામ,

    કહે અવતાર એ બ્રહ્મજ્ઞાની છે જે દેખાડે બ્રહ્મનું ધામ.. 

    જેવી રીતે જળનું બિન્દું સમુદ્રમાં ભળી ગયા ૫છી ફરીથી સમુદ્રથી અલગ થઇ શકતું નથી એવી જ રીતે ૫રમાત્માનો અંશ જીવાત્મા ૫રમાત્માને પ્રાપ્ત થયા ૫છી ફરીથી ૫રમાત્માથી અલગ થઇ શકતો નથી એટલે કે ફરીથી પાછો વળીને સંસારમાં આવતો નથી.ઉંચ-નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ પ્રકૃતિ અથવા તેના કાર્ય ગુણોનો સંગ જ છે.આથી સાધક જ્યારે અસંગશસ્ત્ર દ્વારા ગુણોના સંગનું સર્વથા છેદન કરી દે છે ત્યારે તેનો ફરીથી ક્યાંય જન્મ લેવાનો પ્રશ્ન જ પેદા થતો નથી. 

    સકળ સૃષ્ટિના રચિયતા એક પરમાત્મા જ છે,તેઓ જ આ સંસારના આશ્રય અને પ્રકાશક છે.મનુષ્ય ભ્રમવશ સાંસારીક પદાર્થોમાં સુખોને જોઇને સંસાર તરફ આકર્ષિત થઇ જાય છે અને સંસારના રચિયતા પરમાત્માને ભૂલી જાય છે અને સંસારમાં ફસાઇ જાય છે.સાધકને જ્યારે જાણ થઇ જાય છે કે પરમાત્માથી શ્રેષ્ઠ કંઇપણ નથી અને એમની પ્રાપ્તિમાં એવો આનંદ છે જ્યાં સંસારનાં બધાં સુખો ફિક્કા પડી જાય છે ત્યારે તે પરમાત્માને જ પ્રાપ્ત કરવા માટે તત્પરતાથી લાગી જાય છે. 

    જેનો કોઇ આદિ નથી પરંતુ જે બધાનો આદિ છે તે આદિ પુરૂષ ૫રમાત્માનો જ આશ્રય ટકવાવાળો છે માટે ૫રમાત્મા સાથે પોતાના વાસ્તવિક સબંધને ઓળખીને એક માત્ર ૫રમાત્માને શરણે થઇ જવું જોઇએ.તારી રચનાનો અને વિસ્તારનો અંત નથી, આદિ તારો ના નિરખાતો અનાદિનો ૫ણ અંત નથી, કરે કૃપા જો સ્વંયમ્ કૃપાળુ, સ્વંયમનું રૂ૫ બતાવે છે, અવતાર ગુરૂ મળે જો પુરા ક્ષણમાં રામ બતાવે છે. 

    આપણા અંતઃકરણમાં એક દ્રઢ ધારણા રહેલી હોય છે કે જેવી રીતે પ્રયત્ન કરવાથી સંસારના પદાર્થો પ્રાપ્ત થાય છે એવી જ રીતે સાધન કરતાં કરતાં અંતઃકરણ શુદ્ધ થતાં જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે પણ આવી વાત નથી કેમકે પરમાત્માની પ્રાપ્તિ કોઇપણ કર્મ જેવાં કે સાધના-તપસ્યા વગેરેનું ફળ નથી.સંસાર અને શરીર સાથે સબંધ વિચ્છેદ થતાં જ જે તત્વ સર્વત્ર છે,સદા છે,નિત્ય પ્રાપ્ત છે તેની અનુભૂતિ થઇ જાય છે,તેની સ્મૃતિ જાગૃત થઇ જાય છે. 

    ગીતા ભલે યુદ્ધનો ગ્રંથ હોય તો પણ તેનો પ્રાણ તો મોક્ષ જ છે એટલે તે વારંવાર પરમપદ, પુનઃ જન્મનો અભાવ, નિર્વાણ, મોક્ષ, પરમધામ વગેરેની વાતો કરે છે.આ શ્ર્લોકમાં પણ પુનરાવર્તન ન થાય તેવા પદની વાત કરે છે.આ સંસારરૂપી વૃક્ષ બે પ્રકારનું છે:એક ઈશ્વરરચિત અને બીજું જીવરચિત.જે ઈશ્વરરચિત છે તેને છેદી ન શકાય.તેને છેદવાની જરૂર પણ નથી.ઈશ્વરરચિત જગત લોકોને બહુ નડતું નથી.જીવને નડે છે પોતાનું રચેલું જગત.જીવાત્માએ રચેલા જગતનું મૂળ મોહ છે.મોહમાંથી વિશાળ વૃક્ષ પેદા થાય છે. 

    એક ઉદાહરણ પર્યાપ્ત થશે.ઈશ્વરે સ્ત્રી રચી.મનુષ્યે તેમાં કામિની,ભામિની,સુંદરીની રચના કરી. મનુષ્યે તેમાં પત્ની, માતા, બહેન વગેરેની રચના કરી.આ માનવીય સૃષ્ટિ થઈ.આવું જ પિતા-ભ્રાતા-બંધુ, શત્રુ-મિત્ર વગેરેની રચના કરી.માનવીય જગત સંબંધ આધારિત છે.સંબંધોનું જગત વધુ સુખદુઃખ આપે છે. તેમાંથી મુક્ત થવાથી મોક્ષ-નિર્વાણ પ્રાપ્ત થાય છે.આ જીવસંસાર છે.આ અશ્વત્થને અસંગ શસ્ત્રથી છેદી નાખીને પછી પેલું પૂર્ણ પુરૂષોત્તમ ભગવાનનું પદ શોધવાનું છે.

    સંસાર છુટવાની વસ્તુ છે,ભળવાની વસ્તુ નથી.ભળવાથી બંધનો અને દુઃખો પ્રાપ્ત થાય છે-તેવું સમજીને તેમાંથી છુંટવું,મુક્ત થવું તે પ્રભુપદ-નિર્વાણપદ કહેવાય છે.ગીતા આવા પદની વાત કરે છે,પછી તે પદની શોધ કરવી અને સાધના કરવી.તે પદની પ્રાપ્તિ કર્યા પછી ફરી પાછા આ સંસારચક્રમાં આવવાનું થતું નથી.જ્યાં જીવાત્મા જવાનો છે તે આદિપુરૂષ પૂર્ણ પુરૂષોત્તમ છે.આ પુરૂષોત્તમથી જ બધી સૃષ્ટિની જુની રચનાઓ થયા કરે છે,એવા પૂર્ણ પુરૂષોત્તમને શોધવા નીકળી પડો,આ પરમપદ છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    અધિક માસમાં શ્રીમદ ભગવદગીતાના અધ્યાય-૧૫ પુરૂષોત્તમ યોગનું ચિંતન કરીએ

    May 28, 2026
    લેખ

    પુલકિત અને આરસી બંને ભાઈ બહેન છેક દરિયા કિનારે કેમ બેઠાં હતાં!

    May 28, 2026
    લેખ

    વડીલો આપણા ઘરનો પાયો છે – ફક્ત ભાગ્યશાળી લોકોને જ તેમના આશીર્વાદ મળે છે.

    May 28, 2026
    લેખ

    Ebola એક નવો વૈશ્વિક ખતરો છે- કોવિડ -19 પછી, શું વિશ્વ બીજા વિનાશક આરોગ્ય સંકટની આરે છે

    May 28, 2026
    લેખ

    તંત્રી લેખ…એસઆઇઆરની મંજૂરી

    May 28, 2026
    લેખ

    Lord Krishna અર્જુનને “અપરં લાભં”! એ કહીને કયા લાભની વાત કરે છે?

    May 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026

    Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ

    May 28, 2026

    Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા

    May 28, 2026

    Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ

    May 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.