(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫ઃ
આજે અર્વાચીન ગરબાના ક્રેઝ વચ્ચે મોરબીમાં હજુ પણ પ્રાચીન ગરબીઓની જમાવટ જોવા મળતી હોય છે મોરબીના લીલાપર રોડ ગૌશાળા પાસે ૭૦ વર્ષથી શ્રી અંબિકા ગરબી મંડળ કાર્યરત છે શ્રી અંબિકા ગરબી મંડળમાં નાની બાળાઓથી લઈને તરુણ વયની બાળાઓ ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરી રહી છે તો નાની બાળાઓ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું જે રૂપ નિહાળી ભક્તો અભિભૂત થયા હતા

