Junagadh તા.6
થોડા દિવસ બાદ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે એક બહેનના ભાઈએ ઓચીંતી અનંતની વાટ પકડી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે મળતી વિગત મુજબ ફરીયાદી અશોકભાઈ લખમણભાઈ રાઠોડ (ઉ.48) રે. ખામધ્રોળ રોડ ગોકુલ પાર્ક સોસાયટી વાળાનો દિકરો ગૌતમ કેજી વેર હાઉસ ગોડાઉન માખીયાળા ગામની સીમમાં બાલાજી વેબ્રીજ પાસે ટ્રક નં. જીજે જીઈ 8148ને રીવર્સમાં લેવડાવતો હતો ત્યારે ટ્રકચાલકે લીવર ઓચીંતા વધુ આપી દેતા સોયાબીન ભરેલા કોથળા વચ્ચે ગૌતમ દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવની તપાસ પીએસઆઈ એસ.કે. ડામોરે હાથ ધરી છે.
Trending
- Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
- ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
- 03 મેનું પંચાંગ
- 03 મેનું રાશિફળ
- ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
- Anand માં લોકડાયરામાં દેવાયત ખવડ પર સોના-ચાંદીની નોટોનો વરસાદ થયો
- Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો
- કાળઝાળ ગરમી જીવલેણ બની રહી છે, ૪૮ કલાકમાં હીટસ્ટ્રોકથી ૨ લોકોના જીવ ગયા

