Bhavnagar તા.20
તળાજા ના દેવળીયા ગામના મૂળ વતની અને હીરા ઘસવાના વ્યવસાય ને લઈ સુરત સ્થાયી થયેલ દંપતી અહીં ઘાણા ગામે લગ્નમાં આવેલ હતા.લગ્ન પ્રસંગ માંથી પરત ફરતા હતા ત્યારે તળાજા ના બોરડા નજીક બાઇક સ્લીપ થઈ જતા હેડ ઈંજરી ના કારણે યુવકનું મોત નિપજ્યું હતું.તેમના સંતાન ને સમાન્ય ઇજા થઇ હતી.
અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની મળતી વિગતો મુજબ તળાજા નજીકના દેવળીયા ગામના મૂળ વતની અને હાલ સુરત રત્નકલાકાર તરીકે કામ કરતા ધનજીભાઈ રામજીભાઈ વાઢેર ઉ.વ.32 અહીં ઘાણા ગામે લગ્ન મા આવ્યા હતા.
તેઓ લગ્નપ્રસંગ માંથી પત્ની મંજુલાબેન અને દીકરા સાથે બાઇક પર સવાર થઈ પરત ફરતા હતા.ત્યારે હાઇવે પર બાઇક સ્લીપ થઈ જતા ધનજીભાઈને માથાની અંદર ના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મોત નિપજ્યું હતું.મંજુલાબેન નું પિયર નજીકના પીપરલા ગામે છે તેમના પિતા નું નામ વાલજીભાઈ ગળચર હોવાનું હોસ્પિટલ મદદ અર્થે દોડી આવેલા લોકોએ જણાવ્યું હતુ.

