Amreli,તા.25
અમરેલીના અમૃતનગરમાં વાહન પાર્ક કરવા બાબતે યુવાનને છરી બતાવી મુંઢ મારમારી ત્રણ શખ્સોએ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઈ છે.રાજુલાના વતની અને હાલ અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ શુભ લક્ષ્મીનગરમાં રહેતાં ચિરાગ દીપકભાઇ બાબરીયા નામનાં 23 વર્ષીય યુવક ગત તા.22 ના રોજ રાત્રે 9/30 વાગ્યે અમરેલી, ચક્કરગઢ રોડ, અમૃત નગર શેરી નં.3 ખાતે વિશ્વ હિન્દુ સંમેલનના જમણવારના આયોજનમા જમવા માટે ગયેલ હતા.
અને યુવક તેમનુ મોટર સાયકલ પાર્ક કરવા જતા હતા ત્યારે શિવકુ કાઠી નામનો આરોપી એકટીવા લઇને નીકળેલ અને યુવકને કહેલ કે, ગાડી આમ લે, તારે કંઇ કહેવુ છે. કાંઇ બોલવાની ગણતરી છે તેમ કહી યુવકની જ્ઞાતિ જાણીને યુવક જમણવારની લાઇનમા ઉભા હતા. ત્યારે આરોપી ત્યાં આવી યુવકને લાફા મારી ગાળો આપી કહેલ કે, અહી કોણે જમવા માટે બોલાવેલ છે.
તેમ કહી યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અને ત્યા ટોળુ ભેગુ થઇ અને ત્યારે બે અજાણ્યા આરોપી આવી, આરોપીઓએ યુવકને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી તને છરી ધાલી દઇશ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની યુવકે ત્રણ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
છેતરપીંડી
અમરેલીના હનુમાનપરા શેરી નં.6,અક્ષર પાર્કમાં રહેતાં ભાવીનભાઇ ગીરીશભાઇ વાઘેલાને અમરેલીમાં રહેતાં આરોપી હીરેન પ્રવિણભાઇ ચાંપાનેરીએ વિશ્વાસમાં લઇ અને સોનાની બે ચેઇન બનાવી આપવા બાબતે ભાવીનભાઇએ આરોપીને ગુગલ પે ટ્રાન્સફરથી રૂપિયા 50,000 તથા બાકીના રૂપિયા 83,000 રોકડા એમ કુલ રૂપિયા 1,43,000 ની રકમ આપેલ હોવા છતા આરોપીએ સોનાની બે ચેઇન બનાવી ન આપી ભાવીનભાઇની રકમ હડપ કરી આરોપીએ તેમની સાથે છેતરપીંડી કરેલ અને આ બાબતે ભાવીનભાઇએ અવાર-નવાર આરોપી પાસે પોતાના સોનાની બે ચેઇન લેવા જતા આરોપીએ તેમને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

