New Delhi, તા.3
ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થવાના કારણે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેની ટીમને પોતાના વતન પરત ફરવામાં વિલંબ થયો છે.
ઝિમ્બાબ્વેએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ટુર્નામેન્ટની તેમની છેલ્લી મેચ રમી હતી અને સોમવારે દુબઈ થઈને હરારે પરત ફરવાનું હતું.ઝિમ્બાબ્વે એ દિલ્હીથી દુબઈ અને પછી હરારે માટે અમીરાતની ફ્લાઇટ્સ બુક કરાવી છે, જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સોમવાર સવારથી અલગ-અલગ ગ્રુપ માં તેમની મુસાફરી શરૂ કરી.
વધતા તણાવને કારણે બહોળા પ્રમાણમાં હવાઈ ક્ષેત્ર બંધ થઈ ગયું છે, જેના કારણે એરલાઈન્સને ઘણી સેવાઓ સ્થગિત કરવી પડી છે અથવા ડાયવર્ટ કરવી પડી છે, જેના કારણે ટીમ ભારતમાં ફસાઈ ગઈ છે. વૈકલ્પિક રૂટ અને એરલાઈન્સની શોધ ચાલી રહી છે.

