Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં
    અમદાવાદ

    શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 12, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૨

    શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી ૨ વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓએ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લા કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત કરેલી અરજીને કમિશનરની શાળાઓની કચેરીએ મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યા બાદ છેલ્લી ઓનલાઈન યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ફેર-બદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે.

    કેમ્પમાં બદલી હુકમ થતાં જ જે-તે શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારીએ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને છૂટા કરી તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

    નોંધનીય છે કે, આ જિલ્લા ફેર-બદલી અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ મેરિટ પદ્ધતિ મુજબ જે-તે શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ ૩૦ પોઇન્ટ્‌સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/ વિધવા/ ત્યક્તા/ વિધુર માટે ૮ પોઇન્ટ્‌સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ ૧૦ પોઇન્ટ્‌સની જોગવાઇ કરવામાં આવી છે.

    દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર-બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને પતિ/પત્ની રાજ્ય સેવા/પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસો/ બોર્ડ/ કોર્પોરેશન(નિગમ)/ અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂંકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે.

    આ દંપતીના કિસ્સામાં ૧ માસના કરાર કે આઉટ સોર્સિંગથી નોકરી કરતાં કર્મચારીઓને લાભ નહીં મળે. વિધવા/વિધુર કિસ્સામાં તેઓએ વિધવા/વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ન  કર્યાં હોવાનું  સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને ફક્ત બે વાર મળી શકશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    મોરબી

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026
    મોરબી

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026
    મોરબી

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.