(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩ઃ
Morbiમાં એક બાદ એક સાયબર ફ્રોડના કિસ્સા ખુલી રહ્યા છે જેમાં ૭.૨૬ કરોડની માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ૧૧ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી એકાઉન્ટ ભાડે આપનાર પાંચ ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ યગ્નેશકુમાર વ્યાસે આરોપીઓ ચેતન કિશોર પલાણ, રાજુ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરત બારડ ઉર્ફે ભરત રાવળ, હિતેશ મોહન પેજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશી વામજા, પ્રકાશ નર્મદાશંકર જોષી, કિરણ કાન્તિ પરમાર, કાન્તિ તરસી પરમાર, સુરેશ કાન્તિ પરમાર અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચેતન, રાજુ અને ભરતે ગુનાહિત કાવત્રુ રચી સાયબર ફ્રોડ આચરી અન્ય આઠ ઇસમોને એજન્ટ બનાવી તેના બેંક ખાતામાં તા. ૦૧-૦૧-૨૦૨૩ થી તા. ૨૭-૧૨-૨૦૨૫ દરમિયાન કુલ રૂ ૭,૨૬,૨૦,૨૬૬ ના શંકાસ્પદ વ્યવહાર કર્યા હતા
જે રકમ અલગ અલગ બેંક ખાતામાં જમા કરી બાદમાં દ્વારા અલગ અલગ ખાતામાં વિડ્રો કરી હતી જે બાબતે સમન્વય તથા પોર્ટલમાં અલગ અલગ રાજ્યની ૪૧ ફરિયાદો થઈ હતી જેમાં રૂ ૧,૩૪,૫૩,૭૯૬ ની રકમના ટ્રાન્ઝેકશન કરી આર્થિક લાભ મેળવ્યાની ફરિયાદ નોંધાઈ છે મજૂરી કરનાર સામાન્ય પરિવારના યુવાનોને કમિશનની લાલચ આપી હતી એક લાખના ટ્રાન્ઝેક્શન પર ૧% કમિશન ની લાલચ આપી હતી મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપીઓ હિતેશ મોહન પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશીભાઈ વામજા, પ્રકાશ નર્મદાશંકર જોશી, અશ્વિનસિંહ દોલુભા ઝાલા એમ પાંચને ઝડપી લીધા છે
કરોડોના સાયબર ફ્રોડના શંકાસ્પદ વ્યવહારોના ગુનામાં મુખ્ય મનાતો આરોપી ચેતન મોરબી શહેર મહિલા મોરચાના પૂર્વ મંત્રીનો પુત્ર છે તાજેતરમાં મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને હવે પૂર્વ શહેર મંત્રીના પુત્રનું કરોડોના સાયબર ફોર્ડ-શંકાસ્પદ વ્યવહારોમાં નામ ખુલ્યું છે જેથી રાજકીય ગણગણાટ શરુ થયો છે

