ફૂડ વિભાગની ટીમ ઊંઘતી રહી- ટીમે શહેરના હાર્દ સમાં વિસ્તારમાં કરી રેડ
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩ઃ
તહેવારોનો રાજા એવો દીપાવલી પર્વનો તહેવાર નજીક છે છતાં મોરબીમાં હજુ આરોગ્ય અને ફૂડ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢેલ છે લોકોના આરોગ્યની કોઈ ચિંતા અધિકારીઓને હોય નહિ અને કોઈ સઘન ચેકિંગ ઝુંબેશ નહિ હોવાથી મીઠાઈ-ફરસાણના વેપારીઓ મોજથી વેપાર કરી રહ્યા છે ત્યારે એસઓજી ટીમે શહેરના હાર્દ સમાન નગર દરવાજા ચોકમાં આવેલ બે દુકાનમાંથી ઘી અને તેલના ડબ્બાનો જથ્થો જપ્ત કરી ફૂડ વિભાગને બોલાવી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી
Morbi એસઓજી ટીમ તહેવારો નિમિતે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેરના નગર દરવાજા વિસ્તારમાં આવેલ પાયલ શીંગ સેન્ટર અને તેની પાસે આવેલ આબિદ એચ અંદાણી નામની બે દુકાનમાં તપાસ હાથ ધરી હતી જ્યાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ૨૫ કિલો કીમત રૂ ૬૦૦૦, શંકાસ્પદ પ્રીમીયમ ઓઈલના ૧૦ ડબ્બા ૧૪૮ કિલો કીમત રૂ ૨૪,૪૩૦ અને શંકાસ્પદ ઘીનો જથ્થો ૧૧ કિલો કીમત રૂ ૨૫૭૦ મળીને કુલ ૧૮૪ કિલો કીમત રૂ ૩૩,૧૮૦ નો મુદામાલ કબજે લીધો છે
જે જથ્થો મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ સેફટી ઓફિસર મોરબીને બોલાવ્યા હતા જેથી જરૂરી સેમ્પલ લઈને જથ્થો સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી મોરબી ફૂડ વિભાગ નિંદ્રામાં પોઢેલ છે અને તેની કામગીરી પણ પોલીસની ટીમો કરી રહી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ કે પછી આરોગ્ય વિભાગની કોઈ જવાબદારી જ ના હોય તેમ કોઈ સઘન ચેકિંગ કરવામાં આવતું નથી અને વેપારીઓને છૂટો દોર મળી રહ્યો છે

