London, તા.૧૦
વેસ્ટ બેન્ક ખાતે આવેલા ઈઝરાયેલી એકમો પાસેથી કોઈ પણ પ્રકારની આયાત નહીં કરવાનું એલાન યુકે સહિત ૧૨ દેશ દ્વારા કરાયું છે. આ દેશોએ પેલેસ્ટાઈનના પ્રદેશો પર ઈઝરાયેલના અંકુશને ગેરકાયદે ગણાવી વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનવાસીઓ પર વંશીય હિંસા આચરવાનો આરોપ લગાવ્યો છે.
યુકેના ફોરેન સેક્રેટરી એડ મિલિબેન્ડ અને વડાપ્રધાન એન્ડી બર્નહામે હાઉસ ઓફ કોમન્સમાં એક સંયુક્ત નિવેદન આપી વેસ્ટ બેન્ક સેટલમેન્ટ્સમાં પેલેસ્ટાઈનવાસીઓ પર ક્રૂરતા આચરવા બદલ ઈઝરાયેલની ટીકા કરી હતી. મિલિબેન્ડે પોતાના પ્રાઉડ બ્રિટિશ યહૂદી વારસાનું સ્મરણ કરી જણાવ્યું હતું કે, ગેરકાયદે કબજાનું પ્રતિબિંબ આર્થિક વ્યવહારોમાં પડવું જોઈએ. તેથી ઈઝરાયેલે ગેરકાયદે પચાવી પાડેલા વિસ્તારમાં આવેલા એકમોમાંથી કરાતી તમામ નિકાસ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. મિલિબેન્ડના આ નિવેદનને અન્ય ૧૧ દેશ દ્વારા સમર્થન જાહેર કરાયું હતું.
જેમાં કેનેડા, ડેન્માર્ક, ફિનલેન્ડ, ળાન્સ, આઈસલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડનનો સમાવેશ થાય છે. આ દેશો દ્વારા પણ ઈઝરાયેલના એકમો સાથેના વ્યવહાર બંધ કરી દેવાશે. વળતા જવાબમાં ઈઝરાયેલે જેરુસલેમ ખાતે આવેલી બ્રિટિશ કોન્સ્યુલેટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિડીઓન સારએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલી એકમો સાથે વેપાર પર પ્રતિબંધ મૂકવાના યુકેના નિર્ણયના વળતા જવાબમાં આ પગલું લેવાયું છે. ગાઝા સીઝફાયરનું મોનિટરિંગ કરી રહેલા યુકેના પ્રતિનિધિઓને પણ મિલિટરી સેન્ટરમાંથી હાંકી કઢાશે.
વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનના સલામતી દળોને બ્રિટન દ્વારા અપાતી ટ્રેનિંગ પણ બંધ કરાવી દેવાશે. ઓક્ટોબર-૨૦૨૩માં હમાસ દ્વારા ઈઝરાયેલના નિર્દોષ નાગરિકો પર હુમલા બાદ ગાઝામાં ઈઝરાયેલે ગાઝામાં સૈન્ય કાર્યવાહીઓ હાથ ધરી બદલો લીધો હતો. ઈઝરાયેલના એક અખબારે કરેલા દાવા મુજબ, હુમલાના ૧૦ દિવસ અગાઉ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી આ હુમલા અંગે ગુપ્તચર માહિતી આપી હતી.
નેતન્યાાહૂએ તેને ગંભીરતાથી લીધી નહોતીઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના ઓઈલ મથકો પર હુમલો કર્યો હતો, જેમાં ૭૩થી વધુ વ્યક્તિ ઘાયલ થયા હતા. ઈરાનના પ્રોક્સી તરીકે હુમલા કરી રહેલા હુથીઓએ અગાઉ ક્રૂડ જહાજોને નિશાન બનાવ્યા હતા. મંગળવારે હુથીઓએ હોર્મુઝના વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગમાં લેવાતા બાબ અલ-મંદેબ સાથે સંકળાયેલા ઓઈલ મથક પર હુમલો કર્યો હતો. સાઉદી અરેબિયાએ યેમન સરકાર સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હુથીઓ પર વધુ ભીષણ હુમલાની ચીમકી આપી હતી.

