દરિયાની સફર દરમિયાન અદનની ખાડીમાં ગુહેરે કિનારા નજીક બાબ અલ-મંદેબ જળડમરુમધ્ય વિસ્તારમાં બોટનું સંતુલન બગડી જતાં તે દરિયામાં ઊંધી વળી ગઈ હતી
Djibouti, તા.૧૨
પૂર્વ આફ્રિકાના દેશ Djiboutiના કિનારે એક અતિશય હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આફ્રિકાના હોર્ન વિસ્તારમાંથી રોજગારી અને સલામત આશ્રયની શોધમાં નીકળેલા પ્રવાસીઓની એક બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ના તાજેતરના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી દફનાવવામાં આવેલા દર્જનથી વધુ માસૂમ બાળકો પણ શામેલ છે.
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને જીવિત બચેલા લોકોના હવાલેથી માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘટના ગુરુવારની મોડી રાત્રે અથવા શુક્રવારની વહેલી સવારે ઘટી હતી. આ બોટ આશરે ૩૦૫ લોકોને લઈને જીબૂતીથી યમન તરફ જઈ રહી હતી. દરિયાની સફર દરમિયાન અદનની ખાડીમાં ગુહેરે કિનારા નજીક બાબ અલ-મંદેબ જળડમરુમધ્ય વિસ્તારમાં બોટનું સંતુલન બગડી જતાં તે દરિયામાં ઊંધી વળી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ મૃતકોમાં ૫૨ પુરુષો, ૪૨ મહિલાઓ અને ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય દરિયામાં તણાયેલા ૮૪થી વધુ લોકો હજુ પણ ગુમ છે,
જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં ૮૦થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે મૃતકોના પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આ ઘટના પર જીબૂતીમાં મિશન ચીફ અલેક્ઝાન્ડર કોઇસાકે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, આ જાનમાલનું અત્યંત દર્દનાક નુકસાન છે. આ ટ્રેજેડી દર્શાવે છે કે વધુ સારા ભવિષ્ય અને રોજગારી માટે આ જોખમી રસ્તાઓ પરથી પસાર થતા પ્રવાસીઓ કેવી રીતે પોતાના જીવનું જોખમ ખેડે છે. વધુમાં તેમણે કહ્યું કે, ઘણા મૃતદેહોને સાથી પ્રવાસીઓએ પોતે જ દફનાવ્યા છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા પૂરેપૂરું વેરિફિકેશન થયા બાદ જ તે મૃતદેહોનો આંકડો સરકારી ચોપડે નોંધવામાં આવશે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે.

