Porbandar , તા.4
માધવપુર ઘેડના 35 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી હતી. અજય પરમાર ત્રણ દિવસ પહેલા ઘરે એસિડ પી ગયો હતો. તેણે સારવારમાં રાજકોટ સિવિલમાં દમ તોડ્યો હતો. મળતી માહિતી અનુસાર, અજયભાઈ લવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 35, રહે. માધવપુર ઘેડ, તાલુકો જીલ્લો પોરબંદર) ગત તા.1 મે ના રોજ રાત્રે 1130 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો.
ત્યારે એસિડ પી જતા પ્રથમ કેશોદની સમર્પણ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા દાખલ કરવામાં આવેલ. જેનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે ખસેડ્યું હતું અને આપઘાતનું કારણ જાણવા માટે તજવીજ કરી હતી.

