Mumbai,તા.04
રામ ચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ પેડ્ડી ૪ જુનના રોજ રિલીઝ કરવાની ઘોષણા કરવામાં આવી છે.આ ફિલ્મની રિલીઝ તારીખને બે વખત બદલવામાં આવ્યા પછી હવે ત્રીજી વખત તારીખની ઘોષણા કરવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૩૦ એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી.આ પછી તેને ૨૫ જૂનના રોજ રિલીઝની ઘોષણા કરવામાં આવી હતી. અને હવે ૪ જૂનના રોજ રિલીઝની શુક્રવારે ઘોષણા કરવામાં આવી છે.
પરિણામે હવે પેડ્ડી ફિલ્મ વરુણ ધવનની હૈ જવાની તો ઇશ્ક હોના હ ૈથી કલેશ થશે.શુક્રવારે રામ ચરણની પેડ્ડીનું એક પોસ્ટર બહાર પાડીને નવી રિલીઝ તારીખની ઘોષણા કરવામાં આવી હતી. આ ફિલ્મને ૨૫ જુનના રોજ રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ હવે ૪ જૂનનારોજ ટોક્સિક રિલીઝ ન થવાની હોવાથી આ દિવસે રિલીઝ કરવાનીતક ઝડપી છે. ટોક્સિક ફિલ્મની રિલીઝ તારીખને પણ વારંવાર બદલવામાં આવી રહી છે. યશની ટોક્સિક સાથે પોતાની ફિલ્મને ક્લેશ કરવા માટે કોઇ નિર્માતા નિર્ણય લેતો નથી.

