New Delhi, તા.૨૩
અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સની ટેકનિકલ ખામીને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એરલાઈન્સની એક કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી. તેના કારણે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પર કુલ ૩,૫૦૦ ફ્લાઇટ મોડી પડી હતી. આ સમસ્યાને કારણે વિમાનોને ઉડાન ભરતા પહેલાં જરૂરી ગણતરીઓ હાથેથી કરવી પડી હતી. આ ખામી એરલાઈન્સની એવી સિસ્ટમમાં આવી હતી, જે વિમાનનું વજન અને સંતુલન નક્કી કરે છે. આ સિસ્ટમ દ્વારા વિમાનમાં મુસાફરો, સામાન, ઈંધણ અને અન્ય માલસામાનનું કુલ વજન કેટલું છે તેની જાણ થાય છે. તેમજ વિમાનમાં વજન યોગ્ય રીતે વહેંચાયેલું છે કે નહીં તે પણ તપાસવામાં આવે છે.૧૩ નવેમ્બરના રોજ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (હ્લછછ)ની સિસ્ટમમાં ખામી સર્જાી હતી. તેના કારણે દેશભરમાં લગભગ પાંચ કલાક સુધી ફ્લાઇટ્સ રોકવી પડી હતી. આ દરમિયાન ૧૮ હજારથી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. જોકે, ડેલ્ટા એરલાઈન્સ અને હ્લછછની સિસ્ટમમાં સર્જાયેલી ખામી પાછળ સાયબર હુમલાની કોઈ શક્યતા સામે આવી નથી.આ ટેકનિકલ ખામીની અસર અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પર પડી હતી. જેમાં એટલાન્ટાનું હાટ્ર્સફિલ્ડ-જૅક્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ન્યૂયોર્કનું લાગાર્ડિયા એરપોર્ટ સામેલ છે. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (હ્લછછ)એ એટલાન્ટા આવતી ફ્લાઇટ્સને લગભગ એક કલાક સુધી રોકી હતી. આ સમય દરમિયાન વિમાનોને ઉડાન ભરવાની કે એટલાન્ટા પહોંચવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બાદમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ ફ્લાઇટ્સમાં વિલંબ યથાવત રહ્યો હતો.ડેલ્ટા એરલાઈન્સે જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર સિસ્ટમ ઠીક થાય ત્યાં સુધી તેના કર્મચારીઓ હાથેથી વિમાનના વજન અને સંતુલનની ગણતરી કરી રહ્યા હતા. કંપનીના ટેકનિકલ કર્મચારીઓ સિસ્ટમને ફરી કાર્યરત કરવા માટે કામ કરી રહ્યા હતા. બાદમાં એરલાઈન્સે માહિતી આપી હતી કે સિસ્ટમ ફરીથી કામ કરવા લાગી છે.ડેલ્ટા એરલાઈન્સના જણાવ્યા અનુસાર, રવિવારે તેની અને ડેલ્ટા કનેક્શનની મળીને લગભગ ૫,૦૦૦ ફ્લાઇટ્સ નિર્ધારિત હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઈટ હ્લઙ્મૈખ્તરંછુટ્ઠિીના આંકડા અનુસાર, ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની લગભગ ૭૦ ટકા ઘટનાઓ આ ટેકનિકલ ખામી સાથે સંબંધિત હતી. બાકીની ફ્લાઇટ્સ પર ખરાબ હવામાન અને ન્યૂયોર્ક સહિત અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં હવાઈ ટ્રાફિક સંબંધિત સમસ્યાઓની અસર પડી હતી.એરલાઈન્સે મુસાફરોની માફી માગી હતી. અસરગ્રસ્ત મુસાફરોને આગામી ઉપલબ્ધ ફ્લાઇટ્સમાં જગ્યા આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ ભોજન અને હોટેલની સુવિધા પણ આપવામાં આવી હતી. જે મુસાફરોની ફ્લાઇટ રદ થઈ હતી અને હવે મુસાફરી કરવા માગતા નહોતા, તેમને ટિકિટના પૈસા પરત કરવાની ઓફર કરવામાં આવી હતી.હ્લછછએ સ્પષ્ટ કર્યું હતું કે આ ટેકનિકલ ખામી માત્ર ડેલ્ટા એરલાઈન્સની સિસ્ટમમાં જ હતી. તેનો હવાઈ ટ્રાફિકનું નિયંત્રણ કરતા સરકારી સિસ્ટમ સાથે કોઈ સંબંધ ન હતો. એટલાન્ટા એરપોર્ટે પણ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં વિલંબની અસર માત્ર ડેલ્ટાની ફ્લાઇટ્સ પર જ પડી હતી, સમગ્ર એરપોર્ટની કામગીરી પ્રભાવિત થઈ ન હતી.

