Madrid, તા.23
ડિજિટલ ટેકનિક સાથે વધતો જતો સંગાથ માનસીક સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બનતો જાય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ઈન્ટરનેટ અને ડિજિટલ ટેકનિકનાં નુકશાનકારક ઉપયોગને લઈને ચિંતા વ્યકત કરી છે. અનુમાન છે કે દુનિયાની 10 ટકાથી વધુ વસ્તી આ સમસ્યાથી અસરગ્રસ્ત હોઈ શકે છે.
મેડિકલ જર્નલ `ધી લાન્સેટ સાઈકિયાટ્રી’ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.સંશોધકોએ આ સમસ્યાને માત્ર ઈન્ટરનેટની લત માનવાને બદલે ગંભીર માનસીક સ્વાસ્થ્ય સંકટ જણાવ્યુ છે. તેમણે દુનિયાભરની સરકારોને જન સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે.
દુનિયાભરના 30 થી વધુ સશોધનકર્તા અને 28 મનોચિકિત્સકો, અર્થશાીઓ અને ન્યુરોલોજીસ્ટસની ટીમે આ અધ્યયન કર્યું છે. રિપોર્ટ અનુસાર દુનિયામાં 6 અબજથી વધુ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
જયારે 5.79 અબજ સોશ્યલ મિડિયા એકાઉન્ટસમાં સક્રિય છે. એમાં 16 થી 24 વરસના યુવા સપ્તાહમાં ઓછામાં ઓછા 4 દિવસ સોશ્યલ મિડિયા પર વીતાવે છે. ઈન્ટરનેટ પર ઓનલાઈન જુગાર, વીડીયો ગેમીંગ અને પોર્નોગ્રાફીની લતની સાથે સાથે સાઈબર કાન્ડ્રીયા જેવી સમસ્યાઓ પણ વધી છે.
તેમાં લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરીને ખુદને ગંભીર રોગી માની માનસીક તનાવ સહન કરે છે. જયારે વારંવાર આવતા નોટીફીકેસન્સ સાયકલ, સ્ટ્રીકલનાં કારણે લોકો સ્ક્રીન પર ચોંટેલા રહે છે.
ગરીબ દેશો માટે ખતરો
ઈન્ટરનેટની ખતરનાક અસર અમીર દેશોની તુલનામાં ઓછી અને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં વધુ છે. મહિલા, પુરૂષોમાં અલગ અસર પુરૂષોમાં ઓનલાઈન જુગાર વીડીયો ગેમ, પોર્નોગ્રાફી જેવી સમસ્યાઓ વધુ છે. મહિલાઓમાં બિનજરૂરી ઓનલાઈન શોપીંગ અને સાઈબર કોન્ડ્રીયાની પ્રવૃતિ વધુ છે.
સખ્ત નિયમો જરૂરી
બાળકો કે યુવાનો માટે સોશ્યલ મીડિયા પર માત્ર વયનો પ્રતિબંધ કે બાન લગાવવો સમસ્યાનું સમાધાન નથી. `ધી લાન્સેટ’ના રિપોર્ટમાં સૂચન કર્યું છે જેમ કે શરાબ અને તમાકુની લત રોકવા માટે તેના વિજ્ઞાપનો પર પ્રતિબંધ લગાવાયો હતો એવા જ સખ્ત નિયમ ઈન્ટરનેટ, ગેમીંગ કંપનીઓ માટે પણ બનવા જોઈએ.

