Muzaffarpur,તા.15
બિહાર પોલીસે મુઝફ્ફરપુર જિલ્લામાં નીટ-યુજી સહિત વિવિધ પરીક્ષાના નકલી પ્રશ્ન પત્રો ઉમેદવાર અને તેના વાલીને વેચવાના આરોપસર ચાર લોકોની ધરપકડ કરી છે.
સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ હર્ષ, અમનકુમાર, કન્હૈયા કુમાર અને હર્ષ કનોડિયાના રુપમાં થઇ છે.પોલીસે શનિવારે આ ચારેયની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
ધરપકડ કરાયેલા લોકો એક નેટવર્ક ચલાવતા હતા જેમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નીટ સહિત વિવિધ પરીક્ષાના નકલી પ્રશ્ન પત્રોનું વેચાણ કરીને પરેશાન માતા-પિતાની છેતરપિંડી કરવામાં આવતી હતી.
મનીષ ઝા નામની વ્યક્તિ દ્વારા મળલી જાણકારીના આધારે પોલીસે શનિવારે તેના ચાર સાથીઓની ધરપકડ કરી હતી.
એસએસપી કાંતેશ કુમાર મિશ્રાએ રવિવારે જણાવ્યું હતું કે પૂછપરછ અને કબુલાતનામા પરથી જાણવા મળ્યું છે કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ઉમેદવારની તેવું કહીને છેતરવામાં આવતા હતા કે તેઓ પ્રશ્વપત્ર ઉપલબ્ધ કરાવી શકે છે.આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

