રસોઈમાં ઝેરી વસ્તુ પડી ગયાની શંકા, પીએમ રિપોર્ટની રાહ, પડધરી પોલીસે તપાસ હાથ ધરી
Rajkot તા.૧૫ઃ
ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં રહેતી માસુમ બાળકી ને ગઈકાલે જમવામાં કોઈ ઝેરી પ્રદાર્થ આવી જતા તબિયત લથડી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરની ભાગોળે આવેલ ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં શ્રમિક કામ કરતા શિવાની અરવિંદભાઈ પટેલિયા ઉંમર વર્ષ ૫ વર્ષીય બાળકીએ ઘરે બનાવેલી રસોઈ બનાવી જમ્યા બાદ પરિવારની માસુમ બાળકીની તબિયત લથડી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે ઘરે બનાવેલ રસોઈમાં કોઈ ઝેરી પ્રદાર્થ પડી ગયેલ જેથી બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે તેમજ પીએમ રિપોર્ટ રાહ જોવાઈ રહી છે મૃતક નો પરિવાર મૂળ મધ્યપ્રદેશના છે અહીં મજૂરી કામ કરે છે માસુમ બાળકીના મોતથી માતાપિતા એ હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ વાવળીયા વધુ તપાસ હાથ ધરી છે

