Junagadh, તા.5
ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધો.12નું પરિણામ જાહેર થયું હતું જેમાં ધો.12ના વિજ્ઞાન પ્રવાહનું 89.17 અને સામાન્ય પ્રવાહનું 89.12 ટકા જાહેર થયું હતું. જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષ કરતાં બંને પ્રવાહમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનાર સી-ટુ ગ્રેડ સાથે પાસ થયા છે.
જૂનાગઢ જિલ્લામાંથી 12 વિજ્ઞાન પ્રવાહમાં 10324 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તેમાંથી 10234 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. એ-1 ગ્રેડ સાથે 179 એ-2માં 939, બી-1માં 1541, બી-2માં 1987, સી-1માં 2273, સી-2માં 1791 અને 398 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો છે, જ્યારે 1203 વિદ્યાર્થીઓ પરિક્ષામાં અસફળ રહ્યા છે. ગત વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહનું 89.15 ટકા આવ્યું હતું.
આ વર્ષે 0.03નો ઘટાડો થયો છે જ્યારે 7 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 2612 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તેમાં 2610 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એ-1 ગ્રેડ સાથે 35-એ-2માં 346 બી-1ગ્રેડ સાથે 590 બી-2માં 546 સી-1માં 452 સી-2માં 287 અને 49 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો હતો. જ્યારે 39 વિદ્યાર્થીઓ અસફળ રહ્યા હતા. ગત વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.48 ટકા આવ્યું હતું. આ વખતે 4.69 ટકાનો વધારો થયો છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર મુજબ પરિણામ
જૂનાગઢ સરદાર બાગ 92.78, જૂનાગઢ મોતી બાગ 85.29 અને કેશોદ 89.69 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 સામાન્ય પ્રવાહનું કેન્દ્ર મુજબ પરિણામ
જૂનાગઢઝ 90.65, કેશોદ 89.33, માળીયા 84.25, મેંદરડા 96.55 ટકા, માણાવદર 89.25, માંગરોળ 85.07, લોએજના 91.88, દિવરાણ 90.63, ખોરાસા ગીર 80.73, વિસાવદર-87.04, ભેંસાણ 84.11 અને મેખડી કેન્દ્રનું 98.46 ટકા પરિણામ આવ્યું છે.

