Una તા.19
ઉના શહેર માં DSC પબ્લિક સ્કૂલ દ્વારા સતત ત્રીજા વર્ષે DSC મેરેથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 8 કિલોમીટર લાંબી દોડમાં ઉના તાલુકા અને દીવ જિલ્લાના 200 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મેરેથોનને ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડ અને DYSP એમ.એફ. ચૌધરીએ ફ્લેગ ઓફ કરી હતી. આ પ્રસંગે મુખ્ય સ્પોન્સર વાત્સલ્ય હોસ્પિટલના ડો. આશિષ વકીલ અને ડો. અલ્કા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દોડ ઉનાના ગીર ગઢડા રોડ બાયપાસ પાસેથી શરૂ થઈ ને 8 કિલોમીટરનું અંતર કાપી DSC પબ્લિક સ્કૂલ, વેરાવળ રોડ ખાતે પૂર્ણ થઈ હતી.
સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાઈ ઓની કેટેગરીમાં 1 થી 10 નંબરના વિજેતાઓને પુરસ્કાર મળ્યા હતા, જ્યારે બહેનોની કેટેગરીમાં 1 થી 5 નંબરના વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા. સિનિયર સિટીઝન કેટેગરીમાં 1 થી 3 નંબરના વિજેતાઓને પણ રોકડ પુરસ્કાર, ટ્રોફી અને મેડલ એનાયત કરાયા હતા.
ભાઈઓમાં પ્રથમ નંબરના વિજેતા વિગનેશ ચાવડા એ એ 8 કિલોમીટરનું અંતર 25 મિનિટ 13 સેકંડ માં કાપ્યું હતું. આ દોડમાં 3 કિલોમીટરનું અંતર કાપનાર આશરે 150 જેટલા તમામ સ્પર્ધકોને મેડલ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા DSC સ્કુલના સંચાલક દ્વારા સુંદર આયોજન સફળતા પૂર્વક કરાયું હતું

