Ahmedabad, તા.23
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે. હાલ તમામ સ્કૂલોના ઇમેલ તપાસવામાં આવશે અને ધમકી મળી હોય તો પોલીસને જાણ કરાશે. આ ધમકીભર્યા મેલમાં ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેઇલમાં ઉલ્લેખ કર્યો છે.
જેમાં લખ્યું છે કે, `મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો’નો ઉલ્લેખ કરાયો છે. સાથે જ `26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’ની ધમકી મળી છે. તેમજ બપોરે 1ઃ11 વાગ્યે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને ધમકી મળી છે.
સ્થાનિક પોલીસ, SOG અને સાઈબર ક્રાઇમ દ્વારા હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલોને પણ ધમકી મળી છે કે નહીં તે જાણવા સ્કૂલો દ્વારા ઇ-મેલ તપાસવામાં આવી રહ્યા છે, ધમકી મળી હશે તો પોલીસને જાણ કરાશે.
આ ધમકીભર્યા મેલ ઘાટલોડિયાની કેલોરેક્સ, સ્વયંમ સ્કૂલ, સંત કબીર સ્કુલની 3 બ્રાન્ચ, ડીપીએસ બોપલ, સેન્ટ ઝેવીયર્સ અને વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયને પણ ઇ-મેઇલથી ધમકી મળી છે. બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાના પગલે સ્કૂલોમાં વાલીઓ બાળકોને લેવા પહોંચી ગયા છે.

