Ahmedabadતા.6
સેવન્થ ડે સ્કૂલ એક વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. આ વખતે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 વિદ્યાર્થીઓ ભેગા મળીને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે.
આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. અમરાઈવાડીના પીઆઈ આ મામલાને જોઈ રહ્યા હોવાની જાણકારી છે. આ મામલે પ્રિન્સિપાલ અને એડમિન હેડની બેદરકારી સામે આવ્યાની માહિતી છે.
આ મામલે ડીઈઓએ બંનેને નોટિસ ફટકારીને તેમને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવામાં આવ્યા તેને લઇને જવાબ માગ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ સેવન્થ ડે સ્કૂલ છુટ્યા બાદ બધા વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ રીતે બહાર નીકળે તે માટે કાર્તિક (નામ બદલેલ છે) નામનો મોનિટર નિર્દેશ આપી રહ્યો હતો.
જેના બાદ ત્રણ વિદ્યાર્થીઓ એક લાઈનમાં ચાલતા ન હોવાથી મોનિટરે તેમને લાઈનમાં ચાલવા અથવા સાઈડમાં ઊભા રહી જવાનું કહેતા ત્રણેય તેની સાથે ઝઘડવા લાગ્યા અને તેને ધમકાવા લાગ્યા હતા.

