Ahmedabad,તા,05
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી કામ આપ્યા પછી ચૂકવણીમાં મોડું થતા ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, ‘તમે બધા કામો કોન્ટ્રાક્ટ પર આપી દો છો પછી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લો છો. તેના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. તમે જે સમયગાળામાં લોકોના કામ કરવાની ડેડલાઇન આપો, તે તમારા માટે કામ કરે અને તમે કોન્ટ્રાક્ટરોને પૈસા નથી આપતા. તેના લીધે મજૂરોને પણ પૈસા નથી મળતા. આ રીતે તમે સામાજિક જીવન સાથે છેતરપિંડી કરો છો?’કોન્ટ્રાક્ટરો દ્વારા હાઈકોર્ટમાં એવી રજુઆત કરી હતી કે, ‘કોર્પોરેશન લોકોના કામોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પૈસા આપત નથી. જેના લીધે શ્રમિકોના પૈસા ચુકવવા અને કામ બંને અટકી જાય છે. કામ પૂર્ણ કરવાની સમય અવધિ પુરી થયા પછી પણ કામ પૂર્ણ ના થતા કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરે છે.’એએમસીની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે ‘બધા કોન્ટ્રાક્ટર ભેગા થઇને તમારા કામ લેવાની ના પાડી દે તેવી સ્થિતિ ત્યારે જ ઊભી થાય કે તમારૂ વલણ વિકાસની દિશામાં નથી. કોન્ટ્રાક્ટરે લોકોના કામમાં તેને આપેલી સમય અવધિ કરતા માત્ર એક મહીનો વિલંબ કર્યું તેમા તમે તેને પૈસા આપતા નથી. છેવટે લોકોના ટેક્સના પૈસા ઉઘરાવવા છતા શ્રમિકો વંચિત રહે છે. કોન્ટ્રાકટરો તેનો બિઝનેશ કરે છે તમે તેમને પૈસા કેમ નથી આપતા. આ લોકો સાથે અને શ્રમિકો સાથે છેતરપિંડી કરો છો. આ કમનસીબ ઘટના છે. શ્રમિકોને તેના પૈસા ના મળે તો લોકોના કામો ના થાય પણ અધિકારીઓને કોઇ ફરક પડતો નથી.’

