સોનાના વાયદામાં રૂ.31891 અને ચાંદીમાં રૂ.156078નું સાપ્તાહિક ધોરણે ગાબડું : ક્રૂડ તેલ વાયદો રૂ.286 લપસ્યો
કોમોડિટી વાયદાઓમાં રૂ.766390 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1603582 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.595099 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37473 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.2370030.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.766390.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1603582.26 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37473 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.68436.9 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.595099.04 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.180499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.183493 અને નીચામાં રૂ.137065ના મથાળે અથડાઈ, રૂ.183962ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.31891 ઘટી રૂ.152071ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.23355 ઘટી રૂ.125512ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.3108 ઘટી રૂ.15638ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.29816 ઘટી સપ્તાહના અંતે રૂ.150316 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.182600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.185000 અને નીચામાં રૂ.134397ના મથાળે અથડાઈ, રૂ.184425ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.30578 ઘટી રૂ.153847 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.383898ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.389986 અને નીચામાં રૂ.225805ના સ્તરને સ્પર્શી, રૂ.399893ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.156078 ઘટી રૂ.243815ના સ્તરે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.158733 ઘટી રૂ.251971ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.159214 ઘટી સપ્તાહના અંતે રૂ.251845 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.69173.01 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.183.5 ઘટી રૂ.1228ના સ્તરે બંધ થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.20.5 ઘટી રૂ.320.25ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.34.2 ઘટી રૂ.307.3ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.12 ઘટી રૂ.189.65ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.43608.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3927ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3929 અને નીચામાં રૂ.3236ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.591 ઘટી રૂ.3343ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5938ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6087 અને નીચામાં રૂ.5515ના સ્તરને સ્પર્શી, રૂ.6032ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.286 ઘટી રૂ.5746ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.284 ઘટી રૂ.5747 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.34.7 ઘટી સપ્તાહના અંતે રૂ.317.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.34.4 ઘટી રૂ.317.1ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.997ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.8.6 ઘટી રૂ.983.5 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2630ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.47 ઘટી રૂ.2598 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.346500.61 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.248598.43 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.59318.70 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.4748.91 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.464.86 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.4640.54 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.103.87 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.11695.23 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.31809.50 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.36 કરોડનાં કામ થયાં હતાં.
સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8166 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 45628 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15434 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 205085 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 26298 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6152 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 12768 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 31666 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 689 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11869 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 10943 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 48300 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 51199 પોઇન્ટના સ્તર અને નીચામાં 34994 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 11860 પોઇન્ટ ઘટી 37473 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

