Upleta, તા.9
સોમવારથી જામજોધપુર ખાતે ચોટાઇ પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીના નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજથી તા. 9 થી 11 એમ ત્રણ દિવસ આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન જયંતીભાઈ પોપટભાઈ ચોટાઈ પરિવારના કેતનભાઇ અને નીતિનભાઈ રહેશે જ્યારે યજ્ઞના આચાર્ય તરીકે ચોટાઈ પરિવારના કુળગુરુ શાસ્ત્રી કમલેશભાઈ સાતા રહેશે.
ત્રણ દિવસના આ કાર્યક્રમમાં આજે 9મીએ હેમાદ્રી ગણપતિ પૂજન અગ્નિ સ્થાપન જલયાત્રા અને શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જ્યારે તારીખ 10 અને મંગળવારે સ્થાપિત દેવતા પૂજન વિધિ સહિતની જુદી જુદી વિધિઓ કરવામાં આવશે જ્યારે તારીખ 11મી એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રસંગે જામજોધપુર મુકામે નવનિર્મીત ચોટાઇ પરિવારના ખોડીયાર માતાજીના મંદિરે દેશમાંથી અને વિદેશમાંથી પરિવારના સદસ્યો હાજર રહેશે.

