Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026

    Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા
    • તંત્રી લેખ… આગની શ્રેણી
    • Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો
    • Rajkot: છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો
    • Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો
    • Gandhinagar: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા કરી
    • Ahmedabad: ખોખરામાં વૃદ્ધ વેપારીને અશ્લીલ વીડિયો મોકલી બ્લેકમેલ કરીને ૮.૮૮ લાખ પડાવ્યા
    • દેશમાં માર્ચ પછી નવા ૫.૯૬ લાખ PNG કનેક્શન થયાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અફવાઓ અને નકારાત્મકતામાંથી તારા માનસિક શાંતિ મેળવતા શીખી : Tara Sutaria
    મનોરંજન

    અફવાઓ અને નકારાત્મકતામાંથી તારા માનસિક શાંતિ મેળવતા શીખી : Tara Sutaria

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તારા અને વીરે ૨૦૨૫થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને ઘણા પ્રસંગો અને કાર્યક્રમોમાં જાહેર સ્થળોએ સાથે જોવા મળતાં હતાં

    Mumbai, તા.૧૦

    તારા સુતારિયાએ બ્રેક અપની ચર્ચાઓ વચ્ચે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં માનસિક શાંતિના મહત્વ અને નકારાત્મકતાથી પોતાની જાતને કઈ રીતે બચાવવી તે અંગે ખુલાસો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી તારા કામ કરતાં વધુ પોતાનાં અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. બોલિવૂડ એક્ટર વીર પહારિયા સાથેના તેનાં સંબંધોને લઈને ઘણી અટકળો અને ચર્ચાઓ વહેતી  થઈ છે. બંનેએ ક્યારેય તેમના સંબંધનો સત્તાવાર સ્વીકાર કર્યો નહોતો. તેમ જ બ્રેકઅપના સમાચાર પણ માત્ર અફવાઓ જ ગણાવાયા છે.તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તારા પોતાના અંગત જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર સીધી વાત કરવાથી દૂર રહી, પરંતુ આસપાસની નકારાત્મકતા વચ્ચે માનસિક શાંતિ શોધવા અને પોતાની જાતને બચાવવા અંગેના તેમાં વિચારો વ્યક્ત કર્યા.ઇન્ટરવ્યુમાં તારાએ પોતાની કારકિર્દી, પબ્લિક ઇમેજ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવાની વાત કરી. તેણે જણાવ્યું કે સમય સાથે તેણે “પોતાની શાંતિને કેવી રીતે બચાવી રાખવી તે શીખી લીધું છે.” તારાએ કહ્યું, “હું હંમેશાં માનું છું કે સફળતા આંતરિક હોય છે. મનની શાંતિ, મને પ્રેમ કરતાં કેટલાંક લોકો, પોતાની જાતને ઓળખવી — એ જ મારું લક્ષ્ય રહ્યું છે. મેં અનેક વખત કામ કરતાં પણ મારા મૂલ્યોને પ્રાથમિકતા આપી છે. હું કોઈ ફિલ્મ છોડવાનું પસંદ કરી શકું, પરંતુ પોતાની જાતને ખોઈ શકું નહીં.” તારાએ સ્વીકાર્યું કે એક્ટર હોવાને કારણે અંગત અને વ્યાવસાયિક જીવન અંગે અનેક પ્રકારની અટકળો ચાલતી રહે છે, પરંતુ તેણે ક્યારેય દરેક વાત પર સ્પષ્ટતા કરવાની જરૂરિયાત અનુભવી નથી. તેણે ઉમેર્યું, “જ્યાં સુધી મને હકિકત ખબર છે અને મારા અંગત લોકોને પણ ખબર છે, એટલું મારા માટે પૂરતું છે.”તારા અને વીરે ૨૦૨૫થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને ઘણા પ્રસંગો અને કાર્યક્રમોમાં જાહેર સ્થળોએ સાથે જોવા મળતાં હતાં. તાજેતરમાં, એક કોન્સર્ટ દરમિયાન ગાયક એ.પી. ધિલ્લોન સાથે સ્ટેજ પર ડાન્સ કરવા બદલ તારાને ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર બનેલા મીમ્સ બાદ તારાએ આ ઘટનાને પોતાની વિરુદ્ધ ચાલી રહેલી પેઇડ પી.આર. કેમ્પેઇન ગણાવી હતી.તારાએ લખ્યું હતું, “ખોટી વાર્તાઓ, ચાલાક એડિટિંગ અને પેઇડ પી.આર. કેમ્પેઇન અમને હલાવી પણ શકશે નહીં. અંતે પ્રેમ અને સત્ય જ જીતે છે. એટલે મજાક તો અમારી મજાક કરવાવાળીની જ થઈ રહી છે.” આ પોસ્ટ પર પ્રતિસાદ આપતાં એ.પી. ધિલ્લોએ “ક્વીન” લખ્યું હતું, જ્યારે વીર પહારિયાએ લાલ દિલ અને આગના ઇમોજી સાથે પ્રતિભાવ આપ્યો હતો. આ પછી થોડા જ દિવસોમાં તારા અને વીર વચ્ચે બ્રેકઅપ થયાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ હજી સુધી આ અંગે જાહેર રીતે કંઈ કહ્યું નથી.કામની વાત કરીએ તો, તારા હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ની રિલીઝની રાહ જોઈ રહી છે. ગીતુ મોહનદાસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં યશ લીડ રોલમાં છે. સાથે જ ફિલ્મમાં નયનતારા, હુમા કુરેશી, કિયારા અડવાણી અને રુક્મિણી વસંત પણ મહત્વનાં રોલમાં જોવા મળશે. આ કન્નડ-અંગ્રેજી બે ભાષામાં તૈયાર થયેલી ફિલ્મ ૧૯ માર્ચના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે.

    Tara-Sutaria
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર

    May 4, 2026
    મનોરંજન

    Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા

    May 4, 2026
    મનોરંજન

    જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો

    May 4, 2026
    મનોરંજન

    Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે

    May 4, 2026
    મનોરંજન

    કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો Diljit Dosanjh ભડક્યો

    May 4, 2026
    મનોરંજન

    Canada માં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026

    Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો

    May 4, 2026

    Rajkot: છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો

    May 4, 2026

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026

    Gandhinagar: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા કરી

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026

    Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.