Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    • પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
    • પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં ઉછાળે સાવધાનીપૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવધાનીપૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 11, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૨.૨૦૨૬ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૨૭૩ સામે ૮૪૩૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૦૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૮૫ સામે ૨૬૦૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૯૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    ભારતીય શેરબજારમાં આજે દિવસભર ઉતાર-ચઢાવ સાથે મિશ્ર પ્રવૃત્તિ જોવા મળી. શરૂઆત સકારાત્મક સંકેતો સાથે થઈ હતી, પરંતુ ઊંચી સપાટીએ નફા વસૂલી વધતા બજારમાં દબાણ સર્જાયું અને અંતે ઘટાડા સાથે બંધ રહ્યું. વૈશ્વિક સંકેતો મિશ્ર રહેતા અને કેટલાક સેક્ટરમાં વધેલા વેલ્યુએશનને કારણે ટ્રેડિંગ દરમિયાન અસ્થિરતા રહી. તેમ છતાં સ્થાનિક આર્થિક પરિસ્થિતિ મજબૂત હોવાથી બજારમાં સંપૂર્ણ નકારાત્મકતા જોવા મળી નથી.

    આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં દિવસ દરમિયાન ઊંચા અને નીચા સ્તરો વચ્ચે વ્યાપક હલચલ નોંધાઈ. અંતિમ કલાકોમાં વેચવાલી વધતા બજાર નબળાઈ સાથે બંધ રહ્યું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફા બુકિંગને કારણે થોડી નરમાઈ રહી, જ્યારે બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે ભાગ્યે સ્થિરતા આપી. બીજી તરફ IT અને FMCG શેરોમાં દબાણ જોવા મળ્યું. સમગ્ર રીતે બજારની વ્યાપકતા મિશ્ર રહી અને રોકાણકારો ટૂંકાગાળાની દિશા અંગે સાવચેતીપૂર્વક પગલાં લેતા નજરે પડ્યા.

    • વૈશ્વિક સ્તરે અસર કરતા પરિબળો :-
    • US ફેડરલ રિઝર્વના નિવેદનો : વ્યાજદરમાં લાંબા સમય સુધી ઊંચા સ્તર જાળવવાના સંકેતોને કારણે વૈશ્વિક બજારમાં દબાણ.
    • ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી : ડોલર મજબૂત થતાં ઉભરતા બજારોમાંથી મૂડીપ્રવાહ થોડો ધીમો પડ્યો.
    • ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો : કાચા તેલના વધતા ભાવ આયાત ખર્ચ વધારી શકે તેવી ચિંતા.
    • સ્થાનિક સ્તરે અસર કરતા પરિબળો :-
    • ઊંચું વેલ્યુએશન : મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વધારાની કિંમતોને કારણે નફા વસૂલી.
    • FII વેચવાલી : કેટલાક સેશનમાં વિદેશી રોકાણકારોની વેચવાલીથી દબાણ.
    • રૂપિયા નબળો પડવો : ચલણમાં અસ્થિરતા રોકાણકારોની માનસિકતા પર અસરકારક.
    • તેજીના કારણો :-
    • GDP વૃદ્ધિ દર ૭%થી વધુ રહેવાની ધારણા.
    • મજબૂત GST કલેક્શન અને કોર્પોરેટ અર્નિંગ્સ.
    • SIP મારફતે સ્થિર સ્થાનિક રોકાણ પ્રવાહ.
    • મંદીના કારણો :-
    • વૈશ્વિક મંદીની ભીતિ અને નબળા ચીન-યુરોપ આંકડા.
    • ભૂ-રાજકીય તણાવ.
    • નાણાકીય સંસ્થાઓ પર વધતા સાયબર હુમલા બજાર માટે નવું જોખમ.

    આજનો એડવાન્સ-ડિકલાઈન રેશિયો લગભગ ૧:૧.૩ રહ્યો, જે નકારાત્મક વ્યાપકતા દર્શાવે છે. એચડીએફસી બેન્ક અને લાર્સન લિ. જેવા શેરોએ ટેકો આપ્યો, જ્યારે આઈટી અને એફએમસીજી શેરોમાં ઘટાડો નોંધાયો.

    • કોમોડિટી માર્કેટ અપડેટ :-

    કોમોડિટી બજારમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હળવો ઉછાળો નોંધાયો, જેના કારણે એનર્જી સંબંધિત શેરોમાં અસ્થિરતા જોવા મળી. સોનાના ભાવમાં ડોલરની મજબૂતીને કારણે નરમાઈ નોંધાઈ, જ્યારે ચાંદીમાં સીમિત ગતિ રહી. બેઝ મેટલ્સ જેમ કે કોપર અને એલ્યુમિનિયમમાં વૈશ્વિક માંગ અંગેની ચિંતાને કારણે દબાણ રહ્યું. સ્થાનિક MCX માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમ સક્રિય રહ્યો અને ટ્રેડર્સે ટૂંકાગાળાના વોલેટિલ મૂવમેન્ટનો લાભ લેવા પ્રયત્ન કર્યો.

    • બજારની ભાવિ દિશા :-

    હાલની પરિસ્થિતિમાં બજાર ટૂંકાગાળામાં રેન્જબાઉન્ડ અને વોલેટાઇલ રહી શકે છે. ઊંચા વેલ્યુએશન અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સ્થાનિક આર્થિક મજબૂતી બજારને આધાર આપી રહી છે. જો વૈશ્વિક સંકેતો અનુકૂળ રહે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણ (DII/SIP) પ્રવાહ યથાવત રહે, તો આગામી સત્રોમાં ફરી ખરીદીનો માહોલ બની શકે છે.

    સેક્ટરલ રોટેશન ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં બેંકિંગ, કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સ્થિરતા દર્શાવી શકે છે, જ્યારે IT અને નિકાસ આધારિત સેક્ટરમાં વૈશ્વિક પરિસ્થિતિ અનુસાર અસ્થિરતા રહી શકે છે. રોકાણકારોએ ટૂંકાગાળાના ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને સંયમિત અભિગમ અપનાવવો, મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં તબક્કાવાર રોકાણ કરવું અને પોર્ટફોલિયોમાં યોગ્ય વિવિધીકરણ જાળવવું જરૂરી છે. હાલના તબક્કે જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને શિસ્તબદ્ધ રોકાણની રણનીતિ વધુ મહત્વપૂર્ણ બની રહી છે.

    તા.૧૨.૦૨.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૧.૦૨.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૬ પોઈન્ટ થી ૨૬૦૬૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી એરટેલ ( ૨૦૧૮ ) :- ટેલીકોમ સેલ્યુલર એન્ડ ફિક્સ્ડલાઈન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૯૯૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૨૦૩૪ થી રૂ.૨૦૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૭૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૫૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સિપ્લા લિ. ( ૧૩૫૦ ) :- રૂ.૧૩૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૬ ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૯૩૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૦૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૪૨ થી રૂ.૯૪૯ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૩૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૭૦ થી રૂ.૧૩૬૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૦૭ ) :- રૂ.૧૨૨૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૩૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૧૪૬ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૨૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી એનર્જી ( ૧૦૩૫ ) :- પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૦ થી રૂ.૧૦૦૯ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૮૯૮ ) :- રૂ.૯૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૮૭ થી રૂ.૮૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૨૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.